૧૨૧. ગજુરાતના સત્સંગી બાઇ-ભાઇના નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:05pm

પૂર્વછાયો-

ગાઉં ભક્ત ગુજરાતના, જેના પ્રેમનો નહિ પાર ।

ભાવ ભક્તિ અતિ ઘણી, વળી નિયમ ધારી નરનાર ।।૧।।

પ્રકટ પુરૂષોત્તમને મળી, વળી થયાં પૂરણકામ ।

એવાં જન પાવનનાં, હવે લખું કાંયેક નામ ।।૨।।

ચોપાઇ-

ધન્ય જેતલપુરના જન, જીયાં હરિએ કર્યા જગન ।

તિયાં જે જે રહ્યા હરિજન, તેને જાણવા પરમ પાવન ।।૩।।

પટેલ ભક્ત ગંગાદાસ નામ, પ્રભુદાસ આસજી અકામ ।

ભક્ત કાકુજી ભિખારીદાસ, પીતાંબર ભજે અવિનાશ ।।૪।।

જોયતાદાસ જીવણ કહીએ, કૃષ્ણદાસ કાશીદાસ લહીએ ।

ભક્ત ખોડો નથુ પુંજોભાઇ, એહઆદિ પટેલ કહેવાઇ ।।૫।।

દ્વિજ ભક્ત ઉભે આશારામ, જન દેવરામ દયારામ ।

ઉગરચંદ ને બેચરભાઇ, બાઇ રળીયાત હર્ખબાઇ ।।૬।।

ક્ષત્રિ વાલોભાઇ હરિજન, ઠાર લવજી જીવો પાવન ।

માળી માણ્યકશા ને કુબેર, ભક્ત ઘેલો ખરો નહિ ફેર ।।૭।।

એહ આદિ છે જન અપાર, વસે જેતલપુર મોઝાર ।

પટેલ ભક્ત વેણીભાઇ કહીએ, લાલદાસ કાળીદાસ લહીએ ।।૮।।

ગોપાળ હાંસજી હરિજન, હરખા આદિ છે ભક્ત પાવન ।

દ્વિજ ભગો ને ખુશાલભાઇ, એહાદિ જન અસલાલીમાંઇ ।।૯।।

ક્ષત્રિ ભગુજી માલજી લહીએ, નથુજી દેવોજી જેઠીજી કહીએ ।

પટેલ જેઠો દાજી ને દેસાઇ, નરોત્તમ ને નથુ કહેવાઇ ।।૧૦।।

સુંદર ભક્ત છે સોની ઝવેર, ઠાર મોરાર વસૈયે ઘર ।

કણબી ભક્ત છે જેસંગભાઇ, રૂગનાથદાસ સુખબાઇ ।।૧૧।।

બાપુ ધીરો કાશી ને દેસાઇ, વસે ભક્ત નવાગામ માંઇ ।

ભક્ત કણબી કહીએ કાકુજી, મકન મોહન દાજી બાપુજી ।।૧૨।।

વ્રજભાઇ હરિભાઇ જાણો, દ્યાળજી મોરારજી પ્રમાણો ।

દ્વિજ પ્રભુરામ વેણીરામ, લુવાર રઘો રહે ગામડી ગામ ।।૧૩।।

કણબી ભક્ત છે ભવાનીદાસ, અમથાભાઇનો ચોસરે વાસ ।

હરિજન રૂપો હરિચંદ, રહે હીરાપર ભજે ગોવિંદ ।।૧૪।।

દ્વિજભક્ત કહીએ સદોભાઇ, કાજુ ભક્ત એ કનેજમાંઇ ।

કણબી ભક્ત છે દેવજી નામે, ઠાર જગો નેનપર ગામે ।।૧૫।।

કોળી ભક્ત કહીએ ઉકો નામ, ભજે હરિ રહે વિરોલ્ય ગામ ।

મોટા ભક્ત છે મેમદાવાદ, ભજયા હરિ ને તજી ઉપાદ ।।૧૬।।

દ્વિજ ભક્ત કહીએ ધનેશ્વર, દુર્લભરામ ને ભક્ત બેચર ।

ભટ અમથો ને અંબારામ, નિરભેરામ નારણજી નામ ।।૧૭।।

હરિ પ્રભુજી ને પીતાંબર, વિશ્વનાથ ને શિવશંકર ।

ભક્ત અનુપરામ નાગર, જન મોરારજી ઉજાગર ।।૧૮।।

વ્યાસ મોતી આદિ દઇ ભાઇ, હવે કહું હરિજન બાઇ ।

હરિભક્ત જેઠી રળિયાત, સુખબાને સમઝાણી વાત ।।૧૯।।

અમૃત અવલ ને શિવબાઇ, ભલાં ભક્ત એ બ્રાહ્મણમાંઇ ।

એહ મેમદાવાદમાં રહે, મુખે સ્વામિનારાયણ કહે ।।૨૦।।

કણબી ભક્ત કહીેએ લાલદાસ, ભજે રાયજી શ્રીઅવિનાશ ।

હરિજન એક રામબાઇ, ક્ષત્રિભક્ત છે સારજીભાઇ ।।૨૧।।

એહ આદિ બાઇ ભાઇ જેહ, વસે ગામ ખાતરોજે તેહ ।

કણબી ભક્ત પુંજોભાઇ દાજી, રૂડો હરિજન છે રાયજી ।।૨૨।।

દ્વિજ દેવરામ બાપુભાઇ, વાંઠવાળી ગુલાબ ગુંસાઇ ।

કોળીભક્ત છે વસતો નામ, કાજુ ભક્ત વસે કુણે ગામ ।।૨૩।।

દ્વિજભક્ત અંબા રળીયાત, ભજે હરિ તજી જગવાત ।

કોળી ભક્ત ગલોભાઇ કહીએ, એહ ભક્ત ઘોડાસર લહીએ ।।૨૪।।

ખાંટ ભક્ત ભગુજી ભણિયે, ધનો ઘેલો ને જાલ્યમ ગણિયે ।

ઝાલા આદિ જન નિરમળ, એક ભક્ત વસતો રાવળ ।।૨૫।।

હરિજન એક અદીબાઇ, વસે ગામ હાથરોલીમાંઇ ।

કણબી ભક્ત કાશીદાસ કહીએ, ભક્ત ભાઇજી વસે પિઠૈએ ।।૨૬।।

દ્વિજ નારણજી સદોભાઇ, બાઇ ધનબાઇ રાજબાઇ ।

એહ આદિ બીજાં બાઇ ભાઇ, વસે ગામ કઠલાલ્યમાંઇ ।।૨૭।।

દ્વિજભક્ત છે નિરભેરામ, કુબેરભાઇ શંકર નામ ।

હરિજન એક કંકુબાઇ, કણબી ભક્ત શંભુ જીવોભાઇ ।।૨૮।।

એહાદિ જન રહે આંતરોળી, કરે ભક્તિ પ્રભુજીની બહોળી ।

કણબી ભક્ત ભગવાનદાસ, પ્રભુદાસ ભજે અવિનાશ ।।૨૯।।

ભક્ત એક દયાળજી નામે, જન વસે ચિખલોર ગામે ।

દ્વિજભક્ત શિવજી સુંદર, હરિજન ગોપાળ બેચર ।।૩૦।।

એક દ્વિજ છે અમૃતબાઇ, એહ જન કપડવન માંઇ ।

દ્વિજ અમૂલખ હરિજન, વસે દેવોદ્ય ગામે પાવન ।।૩૧।।

કણબી ભક્ત કહીએ કાશીદાસ, લખીયે લુણાવાડામાં વાસ ।

દ્વિજભક્ત છે ખુશાલ નામ, જન હરિભાઇ અભેરામ ।।૩૨।।

એહ આદિ કહીએ બહુ જન, વસે વાડાસિંદોરે પાવન ।

હરિભક્ત અવલ વણિક, બાઇ રાયકુંવર છે એક ।।૩૩।।

એહાદિ હરિજન સુંદર, ભજે હરિ રહે વીરપર ।

દ્વિજભક્ત છે વાલજીભાઇ, કોળી હરિજન મોંઘીબાઇ ।।૩૪।।

એહઆદિ જન બાઇ ભાઇ, વસે સતસંગી સુથમાંઇ ।

કણબી ભક્ત કુબેરજી કહીએ, કડવો ગામ ગોઠવમાં લહીએ ।।૩૫।।

ભક્ત સુતાર ગોવિંદ જાણો, વૈશ્ય જાતિ વાલજી પ્રમાણો ।

એહઆદિ બાઇ ભાઇ બહુ, વસે ગામ રામપરે સહુ ।।૩૬।।

દ્વિજભક્ત પીતાંબર કહીએ, કણબી ખુશાલ તુલસી લહીએ ।

કુબેર ને હિમો ભાવસાર, રહે હીરાપર ગામ મોઝાર ।।૩૭।।

સતસંગી એક સતવારો, હરિભક્ત કાશીરામ સારો ।

દ્વિજ હરિજન રૂપબાઇ, રહે જન એ ગોધરામાંહી ।।૩૮।।

ભક્ત ઉમરેઠે અતિ સારા, પ્રેમીજન પ્રભુજીને પ્યારા ।

દ્વિજ રૂપરામ નિરભેરામ, નંદુ નંદલાલ દોય નામ ।।૩૯।।

માધવજી ને મલકાર્જુન, કાશીરામ કૃપાશંકર જન ।

લક્ષ્મીદત્ત વળી લીલાધર, ભક્ત હરિભાઇ ને ઇશ્વર ।।૪૦।।

ગંગાદત્ત વિષ્ણુદત્ત ભાઇ, દયારામ કહંુ હવે બાઇ ।

માનબાઇ દાનબાઇ જેહ, નાથબાઇ મુળીબાઇ તેહ ।।૪૧।।

એહઆદિ જન બાઇ ભાઇ, વસે ગામ ઉમરેઠમાંઇ ।

કણબી ગલોભાઇ ગોપાળ નામે, ભજે હરિ રહે ઓડ ગામે ।।૪૨।।

દ્વિજભક્ત કુબેરજી ભલો, ભજે હરિ ડાકોરે એકલો ।

હરિજન દ્વિજ દેવબાઇ, વસે ગામ પલાસણામાંઇ ।।૪૩।।

મૈયારામ રૂગનાથદાસ, વસે મહિસે ભક્ત વિયાસ ।

ક્ષત્રિભક્ત ગલુજી મેલોજી, જેસંગભાયે લીધા હરિ ભજી ।।૪૪।।

કણબી ભૂધરદાસ રાયજી, પ્રભુદાસે આશા જુઠી તજી ।

દ્વિજ નારણ આણંદરામ, બાઇ અંબા હરિજન નામ ।।૪૫।।

ક્ષત્રિ જીજીબા ને સુખબાઇ, એહ જન ડડુસરમાંઇ ।

દ્વિજભક્ત રૂગનાથ નામ, મહેશ્વર ને મનછારામ ।।૪૬।।

મૈયારામ કહીએ કાળીદાસ, રાયજી ને ગિરધર વ્યાસ ।

અંબા અવલ ને સુખબાઇ, પ્રીત રતનને પ્રભુમાંઇ ।।૪૭।।

ક્ષત્રિ ધમોર્ભક્ત છે અવલ, કણબી હરખો વસે વડથલ ।

દ્વિજ હરખજી જેઠો જન, વસે ગામ કેસરે પાવન ।।૪૮।।

કણબી ભક્ત કહીએ વેણીદાસ, જન જેઠો બીજોદરે વાસ ।

ક્ષત્રિભક્ત અજુભાઇ કહીએ, કાળાભાઇ આદિ જન લહીએ ।।૪૯।।

કણબી ભક્ત છે રાયજી નામે, એહઆદિ છે હરેરે ગામે ।

કણબી ભક્ત ભગવાનભાઇ, ભૂધરદાસ હાથરોલીમાંઇ ।।૫૦।।

હરિજન દ્વિજ કહીએ કલો, વસે ભક્ત દેગામે એકલો ।

ધન્ય ધન્ય ડભાણના જન, જીયાં મહારાજે કર્યા જગન ।।૫૧।।

અતિ ભાવે ભર્યાં નરનાર, જેના પ્રેમતણો નહિ પાર ।

પટેલ વિષ્ણુદાસ હરિશરણ, રુગનાથ બે રાયજી ત્રણ ।।૫૨।।

પ્રાગદાસ શવદાસ રામ, કાનદાસ નારણદાસ નામ ।

ગોવિંદજી આદિદઇ ભાઇઓ, અવલ બોનાં ત્રણ દત્ત બાઇયો ।।૫૩।।

દ્વિજ ભક્ત કહીએ મયારામ, કુબેરજી પ્રભુરામ નામ ।

નિરભેરામ ગોવિંદ પ્રેમદત્ત, હરિકૃષ્ણ કશલજી ભક્ત ।।૫૪।।

બાઇ શિવ આદિત અમુલ, નવલ ગુલાલ સાકર ફુલ ।

એહાદિ દ્વિજ બાઇયો પાવન, કોળી વખતો છે હરિજન ।।૫૫।।

શુદ્રભક્ત કાળો એક કહીએ, એહાદિ જન ડભાણ લહીએ ।

પટેલ ભક્ત ભગવાનદાસ, જાદવ ઝવેરી જગથી ઉદાસ ।।૫૬।।

કાનદાસ ને દ્વિજ મોરાર, એહાદિ જન પીજ મોઝાર ।

કોળી ભક્ત એક જાગો નામ, ભજે હરિ રહે ટુંડેલ્ય ગામ ।।૫૭।।

પટેલ ભક્ત રૂગનાથ જોડ, કાનજી રવજી રણછોડ ।

ભક્ત નરોત્તમ વેરીદાસ, એહ જન ડુમરાળે વાસ ।।૫૮।।

પટેલ રાયજી કુબેર કહીએ, રણછોડ બાપુજી બે લહીએ ।

વસનદાસ કૃષ્ણદાસ જાણો, વસતો દલોભાઇ પ્રમાણો ।।૫૯।।

ક્ષત્રિ લાલ એક હરિજન, વસે પિપલગે તે પાવન ।

દ્વિજ મોહનરામ નરોત્તમ, દ્વિજ ગંગારામ છે ઉત્તમ ।।૬૦।।

દ્વિજ કંકુ આદિત અચરત, માનકુંવર છે હરિભક્ત ।

કડિયા ભક્ત છે કેવળરામ, એહાદિ જન નડિયાદ ગામ ।।૬૧।।

કણબી ભક્ત એક કાળીદાસ, રહે ગામ અલિંદરે વાસ ।

દ્વિજ ભક્ત પ્રભુરામ નામે, ભજે હરિ રહે સલુણગામે ।।૬૨।।

એહઆદિ જન અગણિત, સવેર્જનને સ્વામીશું પ્રીત ।

ધર્મ નિયમ ધારી નરનાર, ન લખાય છે અપરમપાર ।।૬૩।।

પૂર્વછાયો-

જુગોજુગના જનથી, અગણિત ઓધાર્યા આજ ।

તેને તે ગણિત લખતાં, નાવે કોઇ કવિને થાહાજ ।।૬૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગુર્જરદેશના હરિજનનાંનામ કહ્યાં એ નામે એકસો ને એકવિશમું પ્રકરણમ્ ।।૧૨૧।।