રાગ : ભૈરવ
પદ - ૧
વાસુદેવ નારાયણ વિષ્ણુ, પ્રાતઃસમે જપ કરના રે,
પ્રાતઃ સમે જપ કરના પ્રભુકો, પ્રાતઃ સમે જપ કરના રે, ટેક૦
તેહિ વિન અન્ય બકવાદ વચનસો, અસત જાની પરહરના રે. વાસુ૦ ૧
શ્વેતદ્વીપપતિ શિરપર ધારે, ઓરનસેં ક્યા ડરના રે,
કાળ કર્મ માયા જખ મારે, ધડક ન મનમેં ધરના રે. વાસુ૦ ૨
શ્વેતદ્વીપપતિ ચરન ઉપાસક, તાકે સંગ અનુસરના રે,
મુક્તાનંદ કહે એહિ ભજનસે, ભવજળ પાર ઉતરના રે. વાસુ૦ ૩
પદ - ૨
વાસુદેવ નારાયણ વિષ્ણુ, નિશદિન નામ ઉચ્ચારો રે;
નિશદિન નામ ઉચ્ચારો પ્રભુકો, નિશદિન નામ ઉચ્ચારો રે;
તેહિ બિન ઓર વાસના ઉરમેં, તાકે મૂળ ઉખારો રે. વાસુ૦ ૧
કેશવ માધવ કૃષ્ણ મુરારિ, શ્રી ઘનશ્યામ સંભારો રે;
કામ ક્રોધ મદ લોભ રિપુ હે, એ સબ ઉરસે ટારો રે. વાસુ૦ ૨
શ્વેતદ્વીપપતિ શ્રીપુરૂષોત્તમ પ્રેમ સહિત ઉર ધારો રે;
મુક્તાનંદ કહે એહિ શિખામન, શ્વાસોચ્છ્વાસ સંભારો રે. વાસુ૦ ૩
પદ - ૩
શ્વેતદ્વીપપતિ શ્યામ હમારે, ઇષ્ટદેવ સુખકારી રે;
ઇષ્ટદેવ સુખકારી પ્રિતમ, ઇષ્ટદેવ સુખકારી રે,
કરૂણારસ પ્રગટ કરી કેશવ, મીલે આપ અવતારી રે. શ્વેત૦ ૧
મોહનકું તન મન ધન દિનો, ઓર બાસના ટારી રે;
અબ મેં ઓર કછું નહિ જાચું, ભયો કૃતારથ ભારી રે, શ્વેત૦ ૨
મનહિ વચનપરસો દ્રગગોચર, વિચરત દેવ મુરારી રે;
મુક્તાનંદ કહે વાસુદેવપર, વારવાર બલહારી રે. શ્વેત૦ ૩
પદ - ૪
શ્વેતદ્વીપપતિ શ્યામ હમારે, ઇષ્ટદેવ બહુનામી રે;
ઇષ્ટદેવ બહુનામી બળવંત, ઇષ્ટદેવ બહુનામી રે.
ત્યાગ સહિત તપ કરત નિરંતર, કરન ભક્ત નિષ્કામી રે. શ્વેત૦ ૧
અનંત ચંદ્રસમ તેજ પુંજમેં, અતિ તેજોમય સ્વામી રે;
ઉંચે ભુજ એક પાયોસે કાઢે, જનહિત અંતરજામી રે. શ્વેત૦ ૨
સબ અવતારનકે અવતારી, સબહિ ધામકે ધામી રે;
મુક્તાનંદ મીલે પ્રભુ સમરથ, સબહિ વેદના વામી રે. શ્વેત૦ ૩