પ્રાર્થના
નિર્વિકલ્પ ઊત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ
માહાત્મ્યજ્ઞાનયુત ભક્તિ તવ, એકાંતિક સુખધામ ૧
મોહિમ તવ ભક્તપનો, તામ કોઈ પ્રકાર
દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર ૨
તુમારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય
એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય ૩
નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ
એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ ૪
હેકૃપાળુ ! હે ભક્તપતે !, ભક્તવત્સલ ! સુનોબાત
દયાસિન્ધો ! સ્તવન કરી, માગું વસ્તુ સાત ૫
સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાણ
તાકુ હોય દ્રઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ ૬
સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય
તાકી વિક્તિ કહત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય ૭
હિંસા ન કરની જંતુકી, પરત્રિયા સંગકો ત્યાગ
માંસ ન ખાવત મદ્યકું, પીવત નહિ બડ ભાગ ૮
વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત
ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત ૯
નિંદત નહિ કોઈ દેવકું, બિન ખપતો નહિ ખાત
વિમુખ જીવકે વદનસે, કથા સુની નહિ જાત ૧૦
એહી ધર્મ કે નિયમમેં, બરતો સબ હરિદાસ
ભજો શ્રી સહજાનંદ પદ, છોડી ઓર સબ આશ ૧૧
રહી એકાદશ નિયમમ, કરો શ્રી હરિપદ પ્રીત
પ્રેમાનંદ કહે ધામમ, જાઓ નિઃશંક જગ જીત ૧૨