શ્રી ગણપતિજીની આરતી
જય મંગલકારી જય મંગલકારી;
આરતી પ્રેમે ઉતારૂં (૨) ગણપતિ ભયહારી ..જય૦ ૧ ટેક
વંદિત ચરણ સુરાસુર, ત્રિભુવન વિખ્યાતા, (૨)
કામરિપુ સુત સુંદર (૨) મનવાંછિત દાતા ...જય૦ ૧
ગૌરવરણ ગિરિજાસુત, સુંદર ગજવદના, (૨)
શોભિત શશિવર ભાલે (૨) જય જય સુખસદના .. જય૦ ૨
એકદંત અઘમોચન ઉંદર અસવારી (૨)
લંબોદર ગણનાયક (૨) વરદાયક ભારી ...જય૦ ૩
સુંદર ઉરગ વિભૂષણ, ભૂષિત સુખરાશી, (૨)
પ્રેમાનંદ બલિહારી (૨) શિવસુત અવિનાશી ...જય૦૪
Disqus
Facebook Comments