મારે મંદિર પધાર્યા શ્યામ, થઈ બડભાગી; (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 10:12pm

રાગ - લાવણી

 

પદ - ૧

મારે મંદિર પધાર્યા શ્યામ, થઈ બડભાગી;

મારે હરિવર સાથે, હેતશું લગની લાગી. ૧

મારા મનની પૂરી હામ, કૃતારથ કીધી;

ભવ ડુબતાં મારી બાંહ્ય, ગ્રહીને લીધી. ૨

મારા મનમાં વસીયા માવ, તાપ સર્વે ટાળ્યા;

મને મગન કરી મહારાજ, દુરગપુર ચાલ્યા. ૩

મને કરવું ન સુજે કામ, કહો કેમ કરીએ;

જબ મીલે ન સહજાનંદ, ઠામ કયાં ઠરીએ. ૪

એ સુખની શી કહું વાત, કહી નથી જાતી;

એ સુખ સંભારતાં આજ, ફાટે મારી છાતી. ૫

કહે યોગાનંદ મુનિરાય, ભજી લ્યો પ્રીતે;

નહિ આવે જમના દૂત, શાસ્ત્રની રીતે. ૬

 

Facebook Comments