સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે (૨)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:49pm

રાગ - ધોળ

પદ - ૧

સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે;

સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણસી જાય જો વાત રે. સંતો ૦

સંતો વિમુખ વિષ આપે વાતમાં, કરી હેત અપાર રે;

સંતો રગ રગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે. સંતો ૦

સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે;

સંતો નિયમ ન ગમે પછી નાથનાં, માને મોકળે સુખ રે સંતો૦

ત્યારે કરવાનું છે  તે કયાંથી કરે, થાય ન કરવાનું કામ રે;

કહે નિષ્કુળાનંદ નિશ્ચય નર, ન પામે સુખ ઠામ રે સંતો૦

 

પદ - ૨

સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે;

સંતો જયાંજયાં જાય ત્યાં જનમળી, વળી કરે તિરસ્કાર રે સંતો૦

સંતોલેશ વચન જો લોપીએ, અતિ થઈ ઊન્મત્ત રે;

સંતો એક એકડો જેમ ટાળતા, ખોટું થઈ જાય ખત રે સંતો૦

કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટી આર રે;

સંતો રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે સંતો૦

એમ વચન વિના આ વિશ્વમાં, વ્રતે છે જે વિમુખ રે;

કહે નિષ્કુળાનંદ  તેને નિરખતાં, સંત ન માને સુખ રે સંતો૦

Facebook Comments