૨૦૧. ૐ શ્રી તીર્થધર્મજ્ઞાય નમઃ :- યાત્રિકોને તીર્થમાં પાળવા યોગ્ય ધર્મોને જાણનારા.
૨૦૨. ૐ શ્રી તીર્થસ્થાધર્મનાશનાય નમઃ :- તીર્થોમાં રહેલા અધર્મનો નાશ કરનારા.
૨૦૩. ૐ શ્રી અનાદૃવપઃસૌખ્યાય નમઃ :- શારીરિક સુખ-સાધનનો અનાદર કરનારા.
૨૦૪. ૐ શ્રી પ્રાણાયામપરાય નમઃ :- પોતે સિદ્ધિયોગી હોવા છતાં નિયમિત ત્રણ વખત પ્રાણાયામ કરનારા.
૨૦૫. ૐ શ્રી વ્રતિને નમઃ :- ઉપવાસ સહિત વ્રતો કરનારા.
૨૦૬. ૐ શ્રી ઋષિવૃત્તયે નમઃ :- ઋષિઓના જેવી નિર્વાહ-વૃત્તિ રાખનારા.
૨૦૭. ૐ શ્રી મુનયે નમઃ :- વેદો-શાસ્ત્રો વગેરેના અર્થોનું મનનચિંતન કરનારા.
૨૦૮. ૐ શ્રી મૌનિને નમઃ :- ગ્રામ્ય વાર્તા નહિ કરનારા.
૨૦૯. ૐ શ્રી નિર્વિકલ્પાય નમઃ :- પોતાના સહવાસમાં આવનારનાં જાતિ, ગુણ, સ્વભાવ, ક્રિયા, શત્રુ - આવા કોઇપણ જાતના વિકલ્પો - ભેદભાવ રાખ્યા વિના તેનું સર્વ પ્રકારે સર્વદા હિત કરનારા.
૨૧૦. ૐ શ્રી અલ્પભાષણાય નમઃ :- જરૂર પૂરતું જ બોલનારા.
૨૧૧. ૐ શ્રી વસ્ત્રપૂતોદપિબાય નમઃ :- વસ્ત્રથી ગાળેલા જળનું જ પાન કરનારા.
૨૧૨. ૐ શ્રી યાવદર્થાંગચેષ્ટિતાય નમઃ :- જેટલી જરૂર હોય તેટલા જ પ્રમાણમાં શારીરિક ક્રિયા કરનારા.
૨૧૩. ૐ શ્રી બ્રહ્મજ્ઞસ્વૈરવર્તિત્વબોધિગ્રંથવિવર્જનાય નમઃ :- બ્રહ્મ જાણનારાઓ અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારાઓ ફાવે તેમ વર્તે તો પણ તેને કોઇ પાપ લાગતું નથી આવું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોનું વાંચન - શ્રવણ નહિ કરનારા.
૨૧૪. ૐ શ્રી નિરુપાનહે નમઃ :- સર્વ પ્રકારના વિષમ વનમાં પણ ઉઘાડે પગે વિચરનારા.
૨૧૫. ૐ શ્રી અપૃષ્ટાધ્વને નમઃ :- આ માર્ગ દ્વારા કયા સ્થાને પહોંચાશે, તેવું કોઇને નહિ પૂછનારા.
૨૧૬. ૐ શ્રી ઘોરારણ્યચરાય નમઃ :- અત્યંત ગાઢ વનમાં ફરનારા.
૨૧૭. ૐ શ્રી અભ્રમાય નમઃ :- વિકટ વનમાં પણ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓનું ચોક્કસ અનુસંધાન રાખીને ચાલનારા.
૨૧૮. ૐ શ્રી સ્રયંગગંધાસહાય નમઃ :- સ્ત્રીઓનાં અંગની ગંઘ પણ સહન નહિ કરનારા.
૨૧૯. ૐ શ્રી અસક્તાય નમઃ :- સારા વિષયો પ્રાપ્ત થવા છતાં તેમાં આસક્ત નહિ થનારા.
૨૨૦. ૐ શ્રી જડાંગિરસવર્તનાય નમઃ :- અંગિરા ઋષિના કુળમાં જન્મેલા જડ વિપ્રની (જડભરતની) માફક નિર્માની, આસક્તિ રહિત, અહિંસાવ્રતપૂર્ણ જીવન જીવનારા.
૨૨૧. ૐ શ્રી ઊર્ધ્વરેતસે નમઃ :- વીર્યને બ્રહ્મરંઘ્રમાં રાખવાની યોગકળા સિદ્ધ કરીને તે પ્રમાણે વીર્યને ઊર્ધ્વ બ્રહ્મરંઘ્રમાં ધારણ કરનારા.
૨૨૨. ૐ શ્રી બ્રહ્મચારિણે નમઃ :- તીર્થયાત્રા સમયે અને પછીથી જગતમાં બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામેલા.
૨૨૩. ૐ શ્રી યોગિને નમઃ :- સમાજમાં યોગી તરીકે પ્રસિદ્ધ થયેલા.
૨૨૪. ૐ શ્રી યોગજ્ઞસન્નતાય નમઃ :- યોગીઓ પણ આદરપૂર્વક જેને નમસ્કાર કરે છે.
૨૨૫. ૐ શ્રી યોગીન્દ્રદુશ્ચરાચરાય નમઃ :- યોગીઓ ન પાળી શકે તેવા નિયમો પાળનારા તથા યોગીઓ ન કરી શકે તેવી યોગક્રિયાઓ કરનારા.
૨૨૬. ૐ શ્રી સૌરાષ્ટ્જનપાવનાય નમઃ :- સૌરાષ્ટ્રની જનતાને પવિત્ર કરનારા.
૨૨૭. ૐ શ્રી લોજલોકમહાનંદનાય નમઃ :- લોજ ગામમાં રહેનારાઓને મહાઆનંદરૂપ.
૨૨૮. ૐ શ્રી સાધવે નમઃ :- અપકાર કરનારનું પણ ભલું કરનાર, સદ્ગુણસંપન્ન.
૨૨૯. ૐ શ્રી સાધુપ્રપૂજિતાય નમઃ :- સાધુઓએ આદરપૂર્વક પૂજેલા.
૨૩૦. ૐ શ્રી અનુચ્ચારિતદુર્વાક્યાય નમઃ :- અતિશય પ્રતિકૂળ સંજોગોમાં પણ કયારેય અપશબ્દો નહિ બોલનારા તેમજ હાસ્ય-વિનોદમાં પણ અપશબ્દો નહિ બોલનારા.
૨૩૧. ૐ શ્રી મધુરાક્ષરભાષણાય નમઃ :- મધુર અને સ્પષ્ટ વાક્યો બોલનારા.
૨૩૨. ૐ શ્રી ત્યાગિમાન્યાય નમઃ :- ત્યાગી સંતોએ પણ આદરપૂર્વક માનવા લાયક.
૨૩૩. ૐ શ્રી મહાયોગિને નમઃ :- મોટા યોગી તરીકે પ્રસિદ્ધ.
૨૩૪. ૐ શ્રી સદાશ્ચર્યક્રિયાય નમઃ :- હમેશાં આશ્ચર્યકારક સત્ક્રિયા કરનારા.
૨૩૫. ૐ શ્રી સ્થિરાય નમઃ :- સ્થિર વૃત્તિવાળા.
૨૩૬. ૐ શ્રી ધ્યાત્રે નમઃ :- ધ્યાન કરનારા.
૨૩૭. ૐ શ્રી ધ્યાતૃમનોદર્શિને નમઃ :- ધ્યાન કરનારાના મનની વૃત્તિને જોનારા.
૨૩૮. ૐ શ્રી મનસ્વિને નમઃ :- મનને અત્યંત સ્વાધીન રાખનારા.
૨૩૯. ૐ શ્રી માનદાય નમઃ :- બીજાને માન આપનારા.
૨૪૦. ૐ શ્રી મૃદવે નમઃ :- અત્યંત દયાળુ સ્વભાવના.
૨૪૧. ૐ શ્રી પ્રશ્નોત્તરપટવે નમઃ :- પ્રશ્નો પૂછવામાં તથા તેના ઉત્તર આપવામાં પ્રવીણ.
૨૪૨. ૐ શ્રી વેદતત્ત્વજ્ઞાય નમઃ :- વેદના તત્ત્વને જાણનારા.
૨૪૨. ૐ શ્રી વેદતત્ત્વજ્ઞાય નમઃ :- વિશાળ બુદ્ધિવાળા.
૨૪૪. ૐ શ્રી બુધાય નમઃ :- વિદ્વાન :- સામી વ્યક્તિ શું કહેવા માગે છે તેનો આશય સ્પષ્ટ રીતે જાણનારા.
૨૪૫. ૐ શ્રી ઉદ્ધવેક્ષોત્સુકાય નમઃ :- ઉદ્ધવજીનાં (રામાનંદ સ્વામીનાં) દર્શન કરવામાં ઉત્સાહવાળા.
૨૪૬. ૐ શ્રી અનંતાય નમઃ :- અપાર ગુણોવાળા. વર્ણીના ગુણોનું, વિદ્યાનું યોગકળાનું કોઇ માપ કાઢી શક્તું નહિ, તેથી ‘અનન્ત’ કહ્યા છે.
૨૪૭. ૐ શ્રી પત્રીલેખપટવે નમઃ :- પત્ર લખવામાં ચતુર.
૨૪૮. ૐ શ્રી પ્રભવે નમઃ :- સમર્થ રામાનંદ સ્વામીએ વર્ણીનો પત્ર વાંચીને નિશ્ચય કર્યો કે, આ વર્ણી ખરેખર પુરૂષોત્તમ નારાયણ છે. આ રીતે સ્વામીએ પ્રભુ તરીકે જાણેલા.
૨૪૯. ૐ શ્રી પત્ર્યુત્તરજ્ઞાતનિજૈશ્ચર્યસાધ્વતિમાનિતાય નમઃ :- પત્રનો ઉત્તર વાંચીને જાણેલ છે. પોતાનું ઐશ્વર્ય જેણે એવા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ આદરપૂર્વક માનેલા.
૨૫૦. ૐ શ્રી રામાનંદસ્વામિવીક્ષાનન્દાય નમઃ :- રામાનંદસ્વામીનાં દર્શન કરીને આનંદ પામનારા.
૨૫૧. ૐ શ્રી સાધુપ્રિયાય નમઃ :- સાધુઓને પ્રિય. સંતોની સાથે રાખનારા.
૨૫૨. ૐ શ્રી પ્રિયાય નમઃ :- દર્શન કરનારાને અત્યંત પ્રિય.
૨૫૩. ૐ શ્રી બોધન્યાપ્તમહાદીક્ષાય નમઃ :- વિ.સં. ૧૮૫૭ ના કાર્તિક સુદ ૧૧ ના દિવસે રામાનંદસ્વામી પાસેથી સંપ્રદાયની ભાગવતી મહાદીક્ષા લેનારા.
૨૫૪. ૐ શ્રી ગુરુસેવાપરાય નમઃ :- ગુરુની સેવામાં પરાયણ રહેનારા.
૨૫૫. ૐ શ્રી યમિને નમઃ :- દીક્ષા સ્વીકારતી વખતે ગુરુએ જે અહિંસાદિ વ્રતો પાળવાનાં કહ્યાં હોય, તેનો સ્વીકાર કરીને તેનું યથાર્થ પાલન કરનારા.
૨૫૬. ૐ શ્રી ભક્તાય નમઃ :- ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઇને સંપ્રદાયના નિયમો પાળીને ભગવાનની ભક્તિ કરનારા તથા ભાગવતત્ભક્તિનો પ્રચાર કરનારા.
૨૫૭. ૐ શ્રી નારાયણમુનયે નમઃ :- દીક્ષા લીધા પછી ‘નારાયણમુનિ’ નામથી પ્રસિદ્ધિ પામેલા.
૨૫૮. ૐ શ્રી સહજાનંદાય નમઃ :- દીક્ષા પ્રાપ્ત કરતી વખતે વર્ણીને ગુરુએ ‘સહજાનંદ’ નામ પણ આપ્યું હતું.
૨૫૯. ૐ શ્રી આત્મદૃશે નમઃ :- પોતાના આત્મા સંબંધી સુખમાં જ દૃષ્ટિ રાખનારા.
૨૬૦. ૐ શ્રી ગુરુમાન્યાય નમઃ :- ગુરુને પૂજ્ય માનનારા.
૨૬૧. ૐ શ્રી ગુરુપ્રેષ્ઠાય નમઃ :- ગુરુ વિષે અતિસ્નેહ રાખનારા, ગુરુને અતિપ્રિય.
૨૬૨. ૐ શ્રી ગુર્વંતિકકૃતાંજલયે નમઃ :- ગુરુ પાસે હમેશાં નમ્રતાપૂર્વક બે હાથ જોડી હાજર થનારા.
૨૬૩. ૐ શ્રી ગુર્વાજ્ઞાકૃતત્પાશ્ચોપવેશગમનક્રિયાય નમઃ :- ગુરુની આજ્ઞા અનુસાર જ તેમની પાસે જવું, બેસવું વગેરે સર્વ ક્રિયા ગુરુ આજ્ઞા પ્રમાણે જ કરનારા.
૨૬૪. ૐ શ્રી નારાયણાનન્યતમયે નમઃ :- એક પુરૂષોત્તમ નારાયણના સ્વરૂપને વિષે જ અનન્યભાવથી બુદ્ધિને સ્થિર કરનારા.
૨૬૫. ૐ શ્રી એકાંતિકમુનિપ્રિયાય નમઃ :- જે ધર્મનિષ્ઠાથી એકની, સર્વશ્રેષ્ઠ પુરૂષોત્તમ નારાયણની અન્તકાળે અને મરણ પછી પણ પ્રાપ્તિ થાય તે ધર્મનિષ્ઠા - ભાગવત ધર્મ તે એકાન્તિક ધર્મ કહેવાય. આવા એકાન્તિક ધર્મનું યથાર્થ પાલન કરનારા. સાધુઓને વિષે જ અતિશય પ્રીતિ રાખનારા.
૨૬૬. ૐ શ્રી વર્ણીન્દ્રાય નમઃ :- બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ.
૨૬૭. ૐ શ્રી નૈષ્ઠિકપ્રેષ્ઠાય નમઃ :- નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં અતિશય સ્નેહ રાખનારા.
૨૬૮. ૐ શ્રી એકાંતિકસદર્ચકાય નમઃ :- વ્રત, પર્વ, ઉત્સવોના દિવસોમાં એકાન્તિક સંતોને પૂજનારા
૨૬૯. ૐ શ્રી યશસ્વિને નમઃ :- કીર્તિવાળા,
૨૭૦. ૐ શ્રી ભૂરિતેજસ્વિને નમઃ :- મહાપ્રભાવશાળી.
૨૭૧. ૐ શ્રી વૈદિકાય નમઃ :- વેદોક્ત ધર્મોનું ચુસ્ત રીતે પાલન કરનારા.
૨૭૨. ૐ શ્રી બ્રહ્મવર્ચસિને નમઃ :- વેદાધ્યયન અને તપરૂપી સંપત્તિવાળા.
૨૭૩. ૐ શ્રી સન્નાયવર્તિને નમઃ :- સત્ય ન્યાયમાં જ નિષ્ઠા રાખનારા.
૨૭૪. ૐ શ્રી નિર્દ્વેષાય નમઃ :- કોઇ પ્રત્યે વૈર નહિ રાખનારા.
૨૭૫. ૐ શ્રી ભક્તિહર્ષવિવર્ધનાય નમઃ :- ભક્તિની પ્રવૃત્તિમાં અન્તરાયરૂપ દોષોને દૂર કરીને ભક્તિને હર્ષ વધારનારા, અર્થાત્ ભક્તિ કરનારાઓને સર્વ રીતે અનુકૂળતા કરી આપનારા.
૨૭૬. ૐ શ્રી ગૃહીતહિતવાચે નમઃ :- ધર્મયુક્ત હિતકારી વાક્યનો હમેશાં સ્વીકાર કરનારા.
૨૭૭. ૐ શ્રી સર્વભૂતત્ત્વવિદે નમઃ :- દેવો, દૈત્યો, માનવ વગેરે સર્વ પ્રાણીમાત્રનાં યથાર્થ તત્ત્વ જાણનારા. સર્વ પ્રાણીમાત્રમાં અંતર્યામી એક પરમાત્મતત્ત્વને યથાર્થ જાણનારા.
૨૭૮. ૐ શ્રી ઊહવતે નમઃ :- બુદ્ધિથી વિચારીને કાર્ય કરનારા.
૨૭૯. ૐ શ્રી સત્યપ્રિયાય નમઃ :- હમેશાં સત્યવચન બોલનારમાં પ્રીતિ રાખનારા.
૨૮૦. ૐ શ્રી સત્યપરાય નમઃ :- હમેશાં સત્ય બોલવામાં તત્પર, અર્થાત્ ક્યારેય પણ ખોડું નહિ બોલનાર.
૨૮૧. ૐ શ્રી નિષ્કામનરવલ્લભાય નમઃ :- બ્રહ્મચર્ય વ્રત પાળનારાઓ સાથે સ્નેહ રાખનારા.
૨૮૨. ૐ શ્રી અદ્રોકહાય નમઃ :- કોઇને ક્યારેય કોઇ પ્રકારે દુઃખ નહિ દેનારા.
૨૮૩. ૐ શ્રી સદોદ્યોગિને નમઃ :- સદા સત્કર્મ કરવાનો જ ઉદ્યમ કરનારા.
૨૮૪. ૐ શ્રી ષડૃર્મિવિજયક્ષમાય નમઃ :- છ ઊર્મિઓને સ્વાધીન રાખવમાં સમર્થ.
૨૮૫. ૐ શ્રી ધર્મકાર્યક્ષિપ્રકારિણે નમઃ :- ધર્મકાર્ય કરવાની ઇચ્છા થઇ કે તરત જ તે કરવા વાળા
૨૮૬. ૐ શ્રી દીર્ધદર્શિને નમઃ :- ભવિષ્યકાળને જોનારા.
૨૮૭. ૐ શ્રી વિચારવતે નમઃ :- દરેક પદાર્થનો વિવેકપૂર્વક સાર-અસારનો વિચાર કરીને તેના સારને સ્વીકારનારા.
૨૮૮. ૐ શ્રી દેશકાલાઘવિહતસ્વસ્વરુપાચલસ્થિતયે નમઃ :- પોતે અતિ સિદ્ધયોગી હતા, તેથી દેશ, કાળ, ક્રિયા, સંગ વગેરે વિપરીત હોય છતાં પણ પોતાના આત્મસ્વરૂપમાં દૃઢ-સ્થિર રહેનારા.
૨૮૯. ૐ શ્રી સત્તમાય નમઃ :- સંતોમાં ઉત્તમ.
૨૯૦. ૐ શ્રી દમઘૃતે નમઃ :- ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા.
૨૯૧. ૐ શ્રી દક્ષાય નમઃ :- ગુરુ-આજ્ઞા પાળીને ગુરુની કૃપા મેળવવામાં પ્રવીણ.
૨૯૨. ૐ શ્રી વિનીતાય નમઃ :- તપ, વિદ્યા, ધર્મ વગેરે સદ્ગુણવાળા, સરળ સ્વભાવવાળા, સજ્જનોની સાથે હમેશાં નમ્રતાવાળા.
૨૯૩. ૐ શ્રી સ્મૃતિમતે નમઃ :- તીવ્ર સ્મરણશક્તિવાળા.
૨૯૪. ૐ શ્રી ઋજવે નમઃ :- સરળ સ્વભાવવાળા.
૨૯૫. ૐ શ્રી સચ્છાસ્ત્રવ્યસનાય નમઃ :- સત્શાસ્ત્રોનું શ્રવણ, વાંચન કરવાની ટેવવાળા.
૨૯૬. ૐ શ્રી અવ્યગ્રાય નમઃ :- સર્વદા સ્વસ્થ ચિત્તવાળા.
૨૯૭. ૐ શ્રી અભિમાનિપુરુષારુચયે નમઃ :- ધન, સત્તા, ગુણ, જાતિ વગેરેના યોગથી જે અભિમાની પુરૂષ હોય તે પ્રત્યે ઉદાસીનતા રાખનારા.
૨૯૮. ૐ શ્રી અતિસર્વમતયે નમઃ :- બુદ્ધિમાન પુરૂષોમાં પણ ઉત્તમ બુદ્ધિવાળા.
૨૯૯. ૐ શ્રી વાગ્મિને નમઃ :- પ્રશંસનીય, ગંભીર, મધુર, હિતકારી વાણી બોલનારા.
૩૦૦. ૐ શ્રી સત્સંગિજનવલ્લભાય નમઃ :- ઉદ્ધવસંપ્રદાયના સત્સંગીઓને અતિપ્રિય.