નેણને જોઈ નેણને જોઈ નેણને જોઈરે, વા’લા તારાં નેણને જોઈ (૧)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:51pm

રાગ - પરજ

 

નેણને જોઈ નેણને જોઈ નેણને જોઈરે, વા’લા  તારાં નેણને જોઈ;

રહ્યું મારું મનડું મોહી રે. વા’લા. ટેક.

નેણાં  તમારાં વાલા, અતિ સુખકારી જોને;

નીરખતાં નાખે છે સંતાપને ખોઈ રે. વા’લા૦ ૧

વ્રજવનિતાને  તમે વશ કરી લીધી વા’લા;

નેણું કેરે બાણે નાખ્યાં અંતર પ્રોઈ રે. વા’લા૦ ૨

નેણાં ભરીને  તમે જેને, નીરખો છો વા’લા;

તેને નથી કરવું રે’તું બીજું સાધન કોઈ રે. વા’લા૦ ૩

મુક્તાનંદ કહે એ, નેણાં તણો રસ;

ગોપીજન જેવા જાણે પ્રેમી સોઈ રે. વા’લા૦ ૪

Facebook Comments