માત અહિંસા ઉતારે, આરતી માતા ઉતારે (૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 9:59pm

પદ-૧

માત અહિંસા ઉતારે, આરતી માતા ઉતારે,

નર નારાયણ નવલ છબી પર, તન મન ધન લે વારે...આરતી૦ ૧

બેઠે દોનુ રતન સિંહાસન, નૌતમ દીપ ઉજારે,

અંગ અંગ આભૂષણ શોભે, સુંદર પાઘ સમારે...આરતી૦ ૨

પરાપર પૂરણ પુરુષોત્તમ, સમરથ વ્યાપક સારે,

જાકો દર્શ પરસ જગમાંહી, જન્મ કોડી અધ જારે...આરતી૦ ૩

નારદ શારદ સબ ગુન ગાવત, બ્રહ્મા ભેદ ઉચ્ચારે

બ્રહ્માનંદ શ્યામ સુંદરકો, રૂપ સદા ઉર ધારે...આરતી૦ ૪

Facebook Comments