જયદેવ જયદેવ, જય જન સુખકારી (૨);
આરતિ ઉતારું (૨) ચરણે ચિત્ત ધારી. જય. ટેક
નારાયણ પુરુષોત્તમ, વૃંદાવનવાસી (૨) ;
પતિત પાવન પ્રગટ્યા (૨) નિજ જન સુખરાશી. જય. ૧
માયા કાળ કર્મના, પ્રેરક હરિ કહાતે (૨) ;
શારદ નારદ શુક મુનિ (૨) નિગમાગમ ગાતે. જય. ૨
જુગ જુગ હરિ નિજ જનહીત, સુંદર તનુ ધરતાં (૨);
લીલા રસ વરસાવી (૨), ભક્ત આનંદ કરતાં. જય. ૩
કરુણા કરી નિજ જન હીત, નારાયણ સ્વામી (૨);
અધમ ઓધારણ પ્રગટ્યા (૨) કળીમાં બહુનામી. જય. ૪
Disqus
Facebook Comments