મુક્તાનંદ મુનિ કૃત કચ્છી થાળ
પદ-૧
ગ્વાલ બાલ લાલ, જમે મદનગોપાલ લાલ, સોનેકા થાળ,
ઈસ્મે જમે શ્રી મહારાજ ગ્વાલ બાલજી ટેક૦
હરિકે આગે આયે ભક્તિ માત, સખીયા લઈ આયે સાથ,
કરતી આપા ઉસમેં બાત, ઉસકી આયરકી જાત,
ચંપા મોગરેકા તેલ,ઔર કસ્તુરી ધુપેલ, મર્દન કરે કનૈયાલાલ,
જમે મદન ગોપાલ૦...... ૧
હરિકે જમના જલહુ લાઈ, તાંબા કુંડીમે ઠલવાઈ,
બાજોઠ પર બેસાઈ, દેખો લાલકી સફાઈ, એક ગોપી લાઈ ટોપી,
હીરા સાંકળી અંબોટી,ઓઢી કંસુબલ સાલ,
જમે મદન ગોપાલ૦...... ૨
હરિકે પ્રથમ મેવા લીયે સાર, પપનીસ બડે બડે દો ચાર,
શેતુ જંબુ હે ગુલદાર, કેળા સફરજન અનાર,
ચણીયે બોર લંબી બોર,નહિ લાઈ હે અખોડ,ઈસ્કી લાલ હે છાલ,
જમે મદન ગોપાલ૦...... ૩
હરિકે સાફ કરની હે બદામ, ખારેક મીઠી હે તમામ,
પિસ્તા હલવા હે ઘનશ્યામ, અમૃત આફુસી હે આમ,
નારંગી દોરંગી, ભોયંકી લંબી ચંબી, ખટી મીઠી ઠંડી દ્રાક્ષ,
જમે મદન ગોપાલ૦ ૪
હરિકે લડુ મગદળકા હે સારા, હલવા ખુરમા ખુબીવાળા,
સાટા જલેબી હે ન્યારા, બુંદી છુટી લ્યોને પ્યારા, લ્યો લ્યો બડે તાજે તાજે,
ગુન ગુન આપ આપ મેં ગાજે, ઈસ્કુ જુદે કરો હો લાલ.
જમે મદન ગોપાલ૦...... ૫
હરિકે શીરો પુરીને દૂધપાક, છાલા ચારોલી હૈલ; દ્રાક્ષ,
ઉપર સકરબુર સાફ, લાલ ઈસ્મેસે તું ચાખ,
અંદર જાવત્રી જાયફળ, ઔર કસ્તુરી કેસર શીખંડ બાસુંદીકા થાળ,
જમે મદન ગોપાલ૦...... ૬
હરિકે લડુ ચુરમેકા ખુબ, બનઈ ભણજ હુબાહુબ, લાઈ બરજથી મેસુબ,
બાટી ઘીમાં સુબા સુબ, રખીહે માવેકા ગુલ ગુલા, ઠોર રહે માલપુડે,
બડે બડે હે ફાફડે, આગળ તળેલી હે દાળ,
જમે મદન ગોપાલ૦...... ૭
હરિકે ભોજન ભાત ભાત કે ભાણે, ઈસ્મે રખીયે એલચી દાણે,
બરફી ખાઓ ગીરધર શાણે, ભોજન ભાત ભાત કે ભાણે,
લડુ સેવૈયા મોતૈયા, શક્કર ઘેબરકા કદૈયા, ગુંદર પાકકો રસાલ,
જમે મદન ગોપાલ૦...... ૮
હરિ કે રોટી જીરાસાઈ ભાત, સુંદર તરકારી હે જાત,
ભીંડા વાલોળ વૈંતાક સુરણ ગીસોડેકા શાક, કડી વડી ઝાઝી લાઈભાજી,
તરકર મુળા ગલકારી હે તાજી, ઈસ્મે અચ્છી રીતે ડાલ,
જમે મદન ગોપાલ૦...... ૯
હરિકે ચટણી આંબલીકી બનાઈ, કોથ ફુદીસે મલવાઈ,
લીલે મરચેકી તિખાઈ, આરસ પથ્થરસે ફુટવાઈ, કોથમરી લીલે ધાણે,
ધ્રુજે મરી કેરે દાણે, અંદર મીઠે જીરે ડાલ,
જમે મદન ગોપાલ૦...... ૧૦
હરિકે લીંબુ આદુ સારે, ફુદકેલકે અસારે, લીલે મરચે તીખે ભારે,
સ્વાદ ગરમરકા હે ન્યારે, દહીં છાસ હે મોરી, માખણ ઓર કચોરી,
મોળે સાટે પુરણ પોળી, દુધ ઘી થીણે મેં માલ,
જમે મદન ગોપાલ૦...... ૧૧
હરિકે લાઈ ભર સોનેકી ઝારી, પાણી પીજે શ્રીગીરધારી,
પાન લવીંગ સોપારી, અંદર એલચી હે ન્યારી,કાથા ચુના હે પુરણ,
ભાત ભાતકા ચૂરણ, મુખડા હો જાયેંગા લાલ,
જમે મદન ગોપાલ૦...... ૧૨
હરિકે થાળ પ્રેમાનંદજી ગાવે, ઈસ્કો પાર કોઈ ન પાવે,
પ્રસાદી કી કરેલ આશ, લાલા રખલે તેરી પાસ, જાણે પહોંચ્યા અક્ષરધામ,
લીજીએ સહજાનંદકો નામ, મુક્તાનંદજીકા થાળ,
જમે મદન ગોપાલ૦...... ૧૩