રાગ : સારંગ
પદ-૧
આરોગો મહારાજ, બદ્રિપતિ આરોગો મહારાજ,
નરનારાયણ નાથ મનોહર, તુમ પ્રગટે જન કાજ. બદ્રિપતિ૦ ૧
મેવા ઘૃત અરૂ વિવિધ મીઠાઈ, અનંત પ્રકાર અનાજ,
શીરા પુરી બિરંજ સેવૈયા, શાક પાક સબ સાજ. બદ્રિપતિ૦ ૨
દૂધપાક માલપુવા મગદળ, ભાજી સુંદર શિરતાજ,
મોતૈયા મેસુબ લઈને, ઠાડે સંત સમાજ. બદ્રિપતિ૦ ૩
ભુંડો ભલો તુમારો ભિક્ષુક, દ્વારી કરત અવાજ,
બ્રહ્માનંદકું શીત પ્રસાદી, દીજે ગરીબ નિવાજ. બદ્રિપતિ૦ ૪
પદ-૨
આરોગત દોઉ વીર, બદ્રિપતિ આરોગત દોઉ વીર,
નરનારાયણ ધર્મસુત દેવ, દ્રઢવરત શુભ તન ધીર. બદ્રિપતિ૦ ૧
માત અહિસા વિવિધ પાક ધરી, અતિ રાખત તતબીર,
ખુવા પુવા માલપુવા ખાજાં, ઘૃત સાકર અરૂ ખીર. બદ્રિપતિ૦ ૨
દર્શન કાજ મુનિરાજ મીલે, સબ ભઈ દેવનકી ભીર,
બ્રહ્મા અરૂ સુરરાજ મહેશ્વર, ઠાડે ધર્મ અજીર. બદ્રિપતિ૦ ૩
જીમ અધાય ચલુ જબ કીનો, લે નિર્મળ શુભ નીર,
મહા પ્રસાદકી કણીકા માગત, બ્રહ્માનંદ ફકીર. બદ્રિપતિ૦ ૪
પદ-૩
ચાવત બીડી પાન મહાપ્રભુ, ચાવત બીડી પાન,
અખિલ ભવન નાયક અવિનાશી, સ્વે સામૃથ ભગવાન. મહાપ્રભુ૦ ૧
રૂચીર નવિન સોપારી ચુરો, લવીંગ એલચી આન,
તજ તમાલ કોમળ મહીં કાથો, ચુનો તેહી સમાન. મહાપ્રભુ૦ ૨
સુંદર શ્યામ સિંહાસન બેઠે, માનહું ઉદિત ભયો ભાન,
લાલા અધર તંબોલ રંગે હે, ધરત મુનિ જાકો ધ્યાન. મહાપ્રભુ૦ ૩
બીડી ચાવત જન મન ભાવત, ગાવત સુંદર તાન,
બ્રહ્માનંદકે નાથ રંગીલે, વિલસત ભીનેવાન. મહાપ્રભુ૦ ૪
પદ-૪
કરત આરતી માત અહિંસા, કરત આરતી માત,
નરનારાયણ સુંદર બેઠે, સિંહાસન દોઉં ભરાત. અહિસા૦ ૧
ચિતકે ચોર જોર દ્રગ વંકે, શ્યામ શુભગ છબી ગાત,
જરકશી લસત મનોહર જામા, અજબ કાન્તિ અધિકાત. અહિસા૦ ૨
બાજુબંધ જટિલ ભુજ બંધે, મોતીની માળ સોહાત,
અદભુત રૂપ નિરખ સુર ત્રિયકે, મન લોચન હરખાત. અહિસા૦ ૩
ભાલ તિલક શીર મુગટ અનોપમ, દેખત જન લલચાત,
બ્રહ્માનંદ વસો ઉર અંતર, એહિ મૂર્તિ દિન રાત. અહિસા૦ ૪