રાગ સામેરી-
દુરવાસાના શાપથી, ઋષિએ ધર્યા હતા દેહ ।
તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ ।।૧।।
એવા સંતશિરોમણિ, તેનાં તે કહું હવે નામ ।
તે સાંભળતાં સુખ ઉપજે, વળી પામે પરમ ધામ ।।૨।।
મોટા મુક્ત મહારાજના, ભાઇ રામદાસ અકામ ।
પંચવ્રતની મૂરતિ, જેને વાલા સુંદરશ્યામ ।।૩।।
મુક્તાનંદ છે નામ મુખ્ય, શુકમુનિ આદિ અપાર ।
સુંદર નામ સહુ સાંભળો , કહું નામ તણો નિરધાર ।।૪।।
સ્વરૂપાનંદ ને વ્યાપકાનંદ, બ્રહ્માનંદ ને ગોવિંદ ।
નિત્યાનંદ ને ચૈતન્યાનંદ, શાંતાનંદ ને આનંદ ।।૫।।
શુકાનંદ નિરંજનાનંદ, અદ્વૈતાનંદ એ નામ છે ।
અચ્યુતાનંદ અનંતાનંદ, આત્માનંદ અકામ છે ।।૬।।
અચિંત્યાનંદ ને અમોઘાનંદ, અખંડાનંદ અજીત છે ।
અદ્ભુતાનંદ અરિહન્ત્રાનંદ, ગોપાળાનંદ બ્રહ્મવિત જે ।।૭।।
અરૂપાનંદ અનુભવાનંદ, અક્ષરાનંદ આધારજી ।
અપારાનંદ અષ્ટાવક્રાનંદ, આદિત્યાનંદ ઉદારજી ।।૮।।
અચળાનંદ અવધુતાનંદ, અજન્માનંદ અજીતમુનિ ।
અખિલાનંદ અમૂર્તાનંદ, એમ નંદસંજ્ઞા સહુની ।।૯।।
અખિલબ્રહ્માંડેશ્વરાનંદ, આકાશાનંદ ૐકારાનંદજી ।
એક એકમાં અપાર બીજાં, નામનાં છે વૃંદજી ।।૧૦।।
વીર્યાનંદ વૈષ્ણવાનંદ, વિશ્વાસચૈતન્યાનંદ છે ।
વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે ।।૧૧।।
સ્વયંપ્રકાશાનંદ સદાનંદ, પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી ।
પરમચૈતન્યાનંદ નામ, પરમહંસ બોળા મળી ।।૧૨।।
વેદાંતાનંદ વૈકુઠાનંદ, કૈવલ્યાનંદ કૃૃષ્ણાનંદ કહીએ ।
માહાનુભાવાનંદ મુકુંદાનંદ, જ્ઞાનાનંદ ઘણા લહીએ ।।૧૩।।
ભગવદાનંદ ભાગેશ્વરાનંદ, શિવાનંદ બહુ સંગન્યા ।
શ્યામાનંદ ને રાઘવાનંદ, અક્રોધાનંદ ક્રોધ વિના ।।૧૪।।
તત્ત્વાનંદ ત્રિવિક્રમાનંદ, ત્રિક્રમાનંદ તદરૂપ છે ।
નિજાનંદ નિજબોધાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ।।૧૫।।
નિયમાનંદ નિર્માનાનંદ, નિર્લોભાનંદ નિષ્કામાનંદજી ।
નિઃસ્વાદાનંદ નિઃસ્પૃહાનંદ, નરનારાયણાનંદ નામજી ।।૧૬।।
કલ્યાણાનંદ કૌશિકાનંદ, જિજ્ઞાસાનંદ જાુક્તાનંદ જે ।
જક્તખંડાનંદ જગદીશાનંદ, ચિન્મયાનંદ ચિદાનંદતે ।।૧૭।।
ઇશ્વરાનંદ પરમેશ્વરાનંદ, બળભદ્રાનંદ નામ બહુજી ।
દયાનંદ દયાળાનંદ, ભજનાનંદ એ સહુજી ।।૧૮।।
હર્યાનંદ નરહર્યાનંદ, ધર્માનંદ પરમધર્માનંદ તે ।
પુરૂષોત્તમાનંદ પ્રકાશાનંદ, ત્યાગાનંદ જગવંદ જે ।।૧૯।।
સિદ્ધાનંદ સત્યેશ્વરાનંદ, શંકરાનંદ સુજાણ છે ।
સજજનાનંદ ને સત્યાનંદ, કૃપાનંદ મળે કલ્યાણ છે ।।૨૦।।
કેશવાનંદ કપિલેશ્વરાનંદ, પ્રભુતાનંદ પ્રવિણજી ।
માધવાનંદ મહાપુરૂષાનંદ, સત્ક્રિયાનંદ સુખદેણજી ।।૨૧।।
ધીરાનંદ દષ્ટપ્રકાશાનંદ, ધ્યાનાનંદ ધ્યાન ધરે ।
પ્રભાનંદ ને પુરૂષાનંદ, સાંખ્યાનંદ આનંદ કરે ।।૨૨।।
ચિદાનંદ ચિદ્રૂપાનંદ, ભાસ્કરાનંદ ભજે હરિ ।
ઋષભાનંદ રામરત્નાનંદ, યોગેશ્વરાનંદ જાણો ફરી ।।૨૩।।
નિર્ગુણાનંદ સદ્ગુણાનંદ, ગુણાતીતાનંદ ગંભીરજી ।
નૃસિંહાનંદ નિર્દ્વંદ્વાનંદ, નિરાલંબાનંદ મહાધીરજી ।।૨૪।।
વિદેહાનંદ નિઃસંદેહાનંદ, ર્નિિવકારાનંદજી ।
વિજ્ઞાનાનંદ વિશ્વાસાનંદ, દેવાનંદ સ્વચ્છંદજી ।।૨૫।।
દિવ્યાનંદ વાસુદેવાનંદ, નિરપક્ષાનંદ, નચિંતજી ।
ગણેશાનંદ ગોતીતાનંદ, લક્ષ્મણાનંદ અજીતજી ।।૨૬।।
નિવૃત્તાનંદ નીલકંઠાનંદ, અશોકાનંદ ઓપેઘણું ।
આજ્ઞાનંદ અવિનાશાનંદ, ભદ્રાનંદ ભાવાનંદ ભણું ।।૨૭।।
ભવાનાનંદ ને ભુધરાનંદ, વળી અછેદ્યાત્માનંદ છે ।
માયાતિતાનંદ મંજાુકેશાનંદ, રામાનુજાનંદ સુખાનંદ છે ।।૨૮।।
હંસાનંદ હરિભજનાનંદ, હયગ્રીવાનંદ હરિ રૂપ જે ।
પ્રદ્યુમ્નાનંદ પ્રતોષાનંદ, સૂર્યાનંદ સ્વરૂપ જે ।।૨૯।।
નરોત્તમાનંદ નારાયણાનંદ, નિર્મળાનંદ નિર્મળ છે ।
પરમાત્માનંદ પ્રશાંતાનંદ, મુક્તાત્માનંદ અકળ છે ।।૩૦।।
સવિત્રાનંદ સત્યેશ્વરાનંદ, સુજ્ઞાનંદ સુજાણ છે ।
યજ્ઞનાથાનંદ જયોતીશ્વરાનંદ, પ્રબોધાનંદ પ્રમાણ છે ।।૩૧।।
રામચંદ્રાનંદ રામેશ્વરાનંદ, રાસમંડળેશ્વરાનંદ કહીએ ।
પ્રભ્વાનંદ પદ્મનાભાનંદ, વળી વિશ્વાત્માનંદ લહીએ ।।૩૨।।
સુદેહાનંદ સર્વજ્ઞાનંદ, સ્વરૂપાનંદ શુન્યાતીતજી ।
યોગાનંદ જગન્નિવાસાનંદ, અક્ષરરૂપાનંદ અજીતજી ।।૩૩।।
તાપસાનંદ ત્રિગુણાતિતાનંદ, જગત્પ્રકાશાનંદ જડભરતજી ।
ગવેન્દ્રાનંદ ગોલોકેશ્વરાનંદ, શ્વેતદ્વીપાનંદ સમર્થજી ।।૩૪।।
તુર્યાનંદ તુર્યાતીતાનંદ, પતિતપાવન નામ છે ।
વામનાનંદ વિવેકાનંદ, દઢવ્રતાનંદ સુખધામ છે ।।૩૫।।
શ્રીગુરૂચરણરતાનંદ, ર્નિિવશેષાનંદ કહીએ ।
અનિરૂધ્ધાનંદ અભેદાનંદ, મધુસૂદનાનંદ લહીએ ।।૩૬।।
મંગળાનંદ મોહનાનંદ, વળી અવ્યયાત્માનંદ જે ।
સુવ્રતાનંદ સંશિતવ્રતાનંદ, વળી જ્ઞાનવલ્લભાનંદ તે ।।૩૭।।
વિચારાનંદ વિશ્વધરાનંદ, જ્ઞાનાનંદક્ષેમાનંદ ખરા ।
સુખદાનંદ ઘનશ્યામાનંદ, જિષ્ણવાનંદ યોગેશ્વરા ।।૩૮।।
અવદાતાનંદ અતિપ્રકાશાનંદ, મુક્તિદાનંદ વરદાનંદ કહીએ ।
સુવર્ણાનંદ શ્રીનિવાસાનંદ, બાળમુકુંદાનંદ લહીએ ।।૩૯।।
પ્રભાનંદ ભાસ્કરાનંદ, સુશીલાનંદ મનોહરા ।
આકાશનિવાસાનંદ જાણો, પ્રસાદાનંદ નંદ દહરા ।।૪૦।।
પવિત્રાનંદ પરમકૈવલ્યાનંદ, પદ્મધરાનંદ નરાનંદ છે ।
ભૂમાનંદ ભક્તેશ્વરાનંદ, સત્યધર્માનંદ આનંદ છે ।।૪૧।।
અનુપમાનંદ અક્ષરનિવાસાનંદ, ગદાધરાનંદ કરુણાનંદ કહીએ ।
શંખધરાનંદ સર્વપ્રકાશાનંદ, વળી સુખપ્રકાશાનંદ લહીએ ।।૪૨।।
ચિદાકાશાનંદ ચતુરાત્માનંદ, ચતુભુર્ જાનંદ ચવું ।
હિરણ્યગર્ભાનંદ હરિપ્રકાશાનંદ, વંશિધરાનંદ વર્ણવું ।।૪૩।।
માયાજિતાનંદ પુનિતાનંદ, ધામાનંદ રામશરણાનંદ છે ।
એકએક નામમાંહિ, માનો મુનિનાં વૃંદ છે ।।૪૪।।
પુંડરીકાક્ષાનંદ પ્રધાનપુરૂષેશ્વરાનંદ, પ્રાણદાતાનંદ પ્રતાપાનંદ જે ।
પાવનાનંદ પ્રકાશાત્માનંદ, પ્રથિતાનંદ પ્રમેષ્ટાનંદ તે ।।૪૫।।
પ્રમોદાનંદ પુુણ્યકીર્ત્યાનંદ, પુણ્યાનંદ કૃતાજ્ઞાનંદ કહીએ ।
કારણાનંદ ક્રોધહાનંદ, કુમોદાનંદ લોકાધ્યક્ષાનંદ લહીએ ।।૪૬।।
વિધાત્રાનંદ વિશ્રામાનંદ,વૃષાકપ્યાનંદવળી ।
વસ્વાનંદ વિશ્વકર્માનંદ, વિશ્વક્સેનાનંદ વેદાનંદ મળી ।।૪૭।।
વેદાંતાનંદવિજયાનંદ, વિશ્રુતાનંદ વિશ્વાનંદ છે ।
વર્ધનાનંદ વિવિક્તાનંદ, વિશિષ્ટાનંદ સ્વચ્છંદ છે ।।૪૮।।
નિર્મત્સરાનંદ નિર્વૃતાનંદ, ધર્માધ્યક્ષાનંદ ધ્રુવાનંદ છે ।
સ્થિરાનંદ સ્થવિષ્ઠાનંદ, અપ્રમેયાનંદ આનંદ છે ।।૪૯।।
વૃદ્ધપાનંદ વસુદાનંદ, વ્યવસાયાનંદ વિદ્યાનંદ વંદુ ।
વિષામાનંદ વિશાલાનંદ, વિમુક્તાનંદ જોઇ આનંદુ ।।૫૦।।
વિશોકાનંદ વિશ્વમૂર્ત્યાનંદ, હિરણ્યમયાનંદ હવે ।
નૈકરૂપાનંદ, નંદનાનંદ, નંદાનંદ નિષ્કુલાનંદ કવે ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પરમહંસનાં નામ કહ્યાં એ નામે બાવનમું પ્રકરણમ્ ।।૫૨।।