રાગ સામેરી-
બીજાં બાકી જે હવાં, તે પણ કહું છું નામ ।
જે જન મન દઇ સાંભળે, તેહ પામે પરમ ધામ ।।૧।।
અનાદિસિદ્ધાનંદ ઉત્તમાનંદ, અગ્રાહ્યાનંદ અછેદ્યાનંદ જે ।
અલિંગાનંદ અનઘાનંદ, અતીંદ્રિયાનંદ અનિર્દેશાનંદ તે ।।૨।।
ઉદારાનંદ અનિલાનંદ, અસંખ્યેયાનંદ અતુલાનંદજી ।
અવ્યક્તરૂપાનંદ અનંતજીદાનંદ, અકામાનંદ અનુકુલાનંદજી ।।૩।।
આદિદેવાનંદ અયોનિજાનંદ, અક્ષોભ્યાનંદ ઉદ્ભવાનંદ છે ।
આદિત્યવર્ણાનંદ ઉદારાત્માનંદ, ઇજયાનંદ ઇશાનંદ છે ।।૪।।
અજીતાનંદ ઉપેન્દ્રાનંદ, ઇશ્વરેશ્વરાનંદ શ્રુત્યાનંદ એ ।
દુરાધર્માનંદ દુર્લભાનંદ, દુર્મર્ષણાનંદ સુદેવાનંદ તે ।।૫।।
દક્ષાનંદ દર્પહાનંદ, દુર્જયાનંદ દિવ્યમૂર્ત્યાનંદ છે ।
ભૂતાવાસાનંદ બ્રહ્મણ્યાનંદ, ભક્તવત્સલાનંદ આનંદ છે ।।૬।।
હરિભૂષણાનંદ ભાવનાનંદ, ભૂગર્ભાનંદ ભૂમાનંદભણું ।
ભ્રાજીષ્ણવાનંદ અનિમેષાનંદ, ગુરૂગમ્યાનંદ ગણું ।।૭।।
મહાનંદ મહેશ્વરાનંદ, મહોત્સવાનંદ વંદુ ।
મહેશ્વાસાનંદ મહાશક્ત્યાનંદ, મહાભાગાનંદ કહી આનંદુ ।।૮।।
મહેન્દ્રાનંદ મહામખાનંદ, જ્ઞાનગમ્યાનંદ ગાઇએ ।
મહાકર્માનંદ મહાભૂતાનંદ શુદ્ધાનંદ કહી સુખિયા થઇએ ।।૯।।
ધન્યાનંદ ધરણીધરાનંદ, વળી ધૃતાત્માનંદ જેહ ।
ધર્મયૂપાનંદ ધનંજયાનંદ, ત્રિલોકેશાનંદ તેહ ।।૧૦।।
સત્કર્ત્રાનંદ સંવત્સરાનંદ, શમાત્માનંદ સોય ।
સહસ્રશીર્ષાનંદ સામગાનંદ, સર્વવિદાનંદ જોય ।।૧૧।।
સહિષ્ણ્વાનંદ સત્વસ્થાનંદ, સહસ્રાનંદ જેહ ।
સિદ્ધાર્તાનંદ સિદ્ધસંક્લ્પાનંદ, સત્યપ્રક્રમાનંદ તેહ ।।૧૨।।
સિદ્ધિદાનંદ શ્રુતિસાગરાનંદ, સત્યકૃતાનંદ સંન્યાસાનંદજી ।
શ્રીગર્ભાનંદ શત્રુહાનંદ, સુદર્શનાનંદ હરિકૃષ્ણાનંદજી ।।૧૩।।
સુમુખાનંદ સુક્ષમાનંદ, સુભગાનંદ નામ સાંભળે ।
શાંતિદાનંદ સત્કીર્ત્યાનંદ, સુલભાનંદે પાપ બળે ।।૧૪।।
સત્યસંધાનંદ સત્યધર્માનંદ, સદ્ગત્યાનંદ સુણો સહુ ।
સુનેત્રાનંદસદ્ભુતાનંદ, શરણાનંદ સત્યાનંદ કહું ।।૧૫।।
સાક્ષ્યાનંદ સુકૃત્યાનંદ, સુધર્માનંદ જયેષ્ઠાનંદ જે ।
ચતુરાત્માનંદ ચતુર્વેદાનંદ, વળી ચતુર્વ્યૂહાનંદ તે ।।૧૬।।
શાશ્વતાનંદ છિન્નસંશયાનંદ, હ્યષીકેશાનંદ કહીએ ।
જીતક્રોધાનંદ યોગેશાનંદ, ત્રિલોકાનંદ બુદ્ધાનંદ લહીએ ।।૧૭।।
લોકનાથાનંદ રાસેશ્વરાનંદ, યજ્ઞાનંદ જયાનંદ જાણીએ ।
નિર્મત્સરાનંદ નિવ્રતાનંદ, પરમહંસ પરમાણીએ ।।૧૮।।
જેહ જેહનાં મેં નામ જાણ્યાં, તેહ તેહ કહ્યાં સહી ।
પણ સર્વ નામની સાધ્ય સંતો, માનજયો મને નહિ।।૧૯।।
એહ આદિ અનંતમુનિનાં, આવિયાં વળી વૃંદ ।
સંક્ષેપે કહી સુણાવિયાં, એમ કહે નિષ્કુળાનંદ ।।૨૦।।
સુંદર નામ સંન્યાસિનાં, જેને ત્રણે એષણાનો ત્યાગ ।
વિવેકી વિચારવંતા, ઉરમાં અતિવૈરાગ્ય ।।૨૧।।
દેવાનંદ દોય પૂર્ણાનંદ, શ્રીધરાનંદ સન્યાસિજી ।
શંકરાનંદ ને માધવાનંદ, કેશવાનંદ હરિઉપાસિજી ।।૨૨।।
શિવાનંદ વાસુદેવાનંદ, નિત્યાનંદ કૃષ્ણાનંદ કહિએ ।
પદ્મનાભાનંદ પુરૂષોત્તમાનંદ, જનાર્દનાનંદ લહીએ ।।૨૩।।
જ્ઞાનાનંદ અનંતાનંદ, વૈષ્ણવાનંદ વળી ।
એહ આદિ અનેક સંન્યાસિ, શોભે છે સર્વે મળી ।।૨૪।।
બીજાં નામ બટુકતણાં, અતિઉત્તમ જાણો એહ ।
ત્યાગી ધન ત્રિયાતણા, જેને સહજાનંદશું સ્નેહ ।।૨૫।।
મુકુંદાનંદ મુખ્ય મોટા, બ્રહ્મચારી જયરામજી ।
વાસુદેવ વૈકુંઠ વિષ્ણુ, હરિકૃષ્ણ હરિરામજી ।।૨૬।।
રાઘવ રણછોડ ઋષીકેશવ, રામકૃષ્ણ પૂરણારામજી ।
નારાયણ ગોવિંદ ગોપાળ, ગિરિધર આનંદ અકામજી ।।૨૭।।
જજ્ઞનાથ લખો લૈને, એહ આદિ અપાર રે ।
સર્વ અંગે શુદ્ધ સાચા, ભગવાનના બ્રહ્મચાર રે ।।૨૮।।
બીજા દાસ બહુ કર્યા, તેહનાં તે કહું નામ ।
એકએકથી અધિક અંગે, નિરલોભી નિષ્કામ ।।૨૯।।
રાઘવદાસ માધવદાસ, ગંગાદાસ ગોવરધન ।
હરિદાસ ગંભીરદાસ, ગણો જ્ઞાનદાસ પાવન ।।૩૦।।
વિષ્ણુદાસ ને પ્રભુદાસ, સેવાદાસ શીતળદાસ જે ।
પ્રેમદાસ પુરૂષોત્તમદાસ, રામદાસ ને સંતદાસ તે ।।૩૧।।
નારાયણદાસ નિર્લેપદાસ, વળી કલ્યાણદાસ કહીએ ।
કપિલદાસ ને કૃષ્ણદાસ, લક્ષ્મણદાસ લહીએ ।।૩૨।।
દયાળ દાસ દ્વારિકાદાસ, ભગવાનદાસ ભજે હરિ ।
હરિદાસ હનુમાનદાસ, જયરામદાસ જાનકીદાસરિ ।।૩૩।।
એહાદિ જન માની વચન, સમઝીને સુખિયા થયા ।
બીજાજન બહુ હરિના, વિશ્વાસે વળગી રહ્યા ।।૩૪।।
એમ જાુક્તે જુજવો, કર્યો નામનો નિરધાર ।
ભાવે જે જન સાંભળે, તે ઉતરે ભવપાર ।।૩૫।।
આપી નામ કરી આગન્યા, તમે ફરો દેશ વિદેશ ।
કરો કલ્યાણ જીવનાં, આપી રુડો ઉપદેશ ।।૩૬।।
પછી પ્રભુને પાય લાગી, વળી બોલિયા એમ વાત ।
ભલી ઉપાધિ આળશી, આજ અમે થયા રળિયાત ।।૩૭।।
ત્યાગ શોભા સંતની, એમ કહે વેદ પુરાણ ।
ત્યાગી થઇ તન સુખ ઇચ્છે, એજ મોટો અજાણ ।।૩૮।।
તમ વિના ત્રિલોકમાંહિ, હિત કોણ કરે હરિ ।
આજ અમે સુખિયા થયા,તમે દયાળુ દયા કરી ।।૩૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુ સન્યાસિ બ્રહ્મચારી તથા દાસનાં નામ કહ્યાં એ નામે ત્રેપનમું પ્રકરણમ્ ।।૫૩।।