ઊઠોરે સહજાનંદ સ્વામી, વેણલાં વાયાં રે,

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:40pm

ઊઠોરે સહજાનંદ સ્વામી, વેણલાં વાયાં રે,

તમારે દર્શને સર્વે, સંત વૃંદ આવ્યાં રે;

સવારે નગારાં, સ્વામીજીનાં થાય રે,

સાધુ બ્રહ્મચારી ઘેલે, નાવાને જાય રે. ઊઠો રે૦ ૧

નારદ નાચે ને, વીણા બજાવે રે,

મુળજી બ્રહ્મચારી હરિની, આરતી ઉતારે રે. ઊઠો રે૦ ૨

એક હારે પૂજા, મહારાજની થાય રે,

પ્રેમસખી જોઈ, જોઈ વારી જાય રે. ઊઠો રે૦ ૩

Facebook Comments