મંગળા આરતી -
રાગ ભૈરવ
પદ -૧
આરતી ઊમંગ સહિત, મંગળા ઉતારું;
મંગળમય મૂરતિ પર તન મન ધન વારું. આરતી૦ ૧
મંગળમય મંડપમેં રાજત દોઊ ભાઈ;
નારાયણ નરસમેત સંતન સુખદાઈ. આરતી૦ ૨
મંગળમય મુનિજન સબ મંગળ ગુન ગાવે;
મંગળમય સબ સમાજ બરન્યો નહિ જાવે. આરતી૦ ૩
મંગળમય દરશ કરત સતી સમાજ આઈ;
મુક્તાનંદ મંગળમય પ્રભુ પદ બલજાઈ. આરતી૦ ૪
પદ -૨
મંગળાકો દરશ કરત મુનિવર સબ આવે;
નિરખત મુખારવિંદ પરમાનંદ પાવે.. મંગળા ૧
મણિમય શુભ મંડપ મધ્ય સિંહાસન રાજે;
અગણિત રવિ ચંદ્ર કાંતિ જાહી નિરખી લાજે.. મંગળા ૨
વાજત તહાં અતિ ઉમંગ વિવિધભાતી વાજા;
નમત કોટી બ્રહ્મા ભવ ત્રિભુવનકે રાજા.. મંગળા ૩
અગણિત ભુવનેશ ઇશ બદ્રીપતી કા'વે;
મુક્તાનંદ પ્રેમમગન ઠાડો ગુન ગાવે.. મંગળા ૪
Disqus
Facebook Comments