માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા, માહેરૂં મંદિર ધામ કીધું (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:06pm

 

રાગ : કેદારો

પદ - ૧

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા, માહેરૂં મંદિર ધામ કીધું;

સુખતણા સિંધુ સહજે મળ્યા શ્યામળો, તમથકી માહેરૂં કાજ સીધું. મા૦ ૧

દીન દુર્બળતણી જાણી તમે, મુજપર અતિશેજ કીધી;

દોયલી વેળાના દાસ છો નાથજી, શ્યામળા મારી સંભાળ લીધી. મા૦ ર

જે સંગ નેહ કર્યો તેને નવ વિસરો, ભક્તવત્સળ તમે અધિક રસીયા;

બિદર પોતાતણું સત્ય કરવા તમે, માહેરે મંદિર નાથ વસીયા. મા૦ ૩

આજ અમૃતતણા મેહલા વરસીયા. ભવતણી ભાવટ આજ ભાગી,

આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજયું તમ સંગ શ્યામ દૃઢ લગન લાગી. મા૦૪

પદ - ર

માહેરે મંદિર અખંડ રહ્યો માવજી, તમ વિના દુઃખતણો અંત ના’વે;

આવતું જોબન અનંત દુઃખ દે ઘણું, તન તણા તાપ તે કોણ શમાવે. મા૦ ૧

આશ સર્વે પરહરી પ્રીત તમશું કરી, વરી હું વિસ્હવંતી નાથ તમને;

મદનરિપુ મારવા તાપને ટાળવા, અધર અમૃતરસ પાઓ અમને. મા૦ ર

તગ સંગ આશ ઉદાર સંસારથી, નટવર નિમિષ કેમ રહું ન્યારી;

નયણની આગળે અખંડ રહો નાથજી, વિવિધ વિનોદ કરતા વિહારી. મા૦ ૩

રસીયાજી તમ સંગ રંગ લાગ્યો ખરો, ગમે નહિ જક્તનો ગંધ મંજને.

આજ મુક્તાનંદ આડ સર્વે ટળી, અરપી હું તન મન નાચ તુજને. મા૦ ૪

પદ - ૩

માહેરૂં ભાગ્ય અતિશેજ અધિકઃથયું નાથજી તમસંગ નેહ જોડી;

તનતણા તાપ સંતાપ સર્વે ટળ્યા, તન ધન જક્તશું પ્રીત તોડી. મા૦ ૧

અસત સુખ પરહરી નાથ તમને વરી, લોકની લાજ નવ ધારી મનમાં;

શૂરાની પેરે તમ સનમુખ ચાલતાં, અધિક આનંદ નવ માય તનમાં. મા૦ર

કોટી બ્રહ્માંડના નાથ કરૂણા કરી, શ્રીહરિ માહેરે મોહોલ આવ્યા;

શરણાગત તણા લાડ પાળો સદા, ભક્ત સલ તમે નાથ કહાવ્યા. મા૦ ૩

દેહડી જાય પણ નેહ છુટજો, એ વર આપજો નાથ અમને;

મુક્તનંદ કહે નાથજી શ્રીહરિ નિમિત ન્યારા નવ મુલું તમને. મા૦ ૪

પદ - ૪

પુરૂષોત્તમ તમે પ્રગટ મુજને મળ્યા, આજ આનંદ ઓધ વળ્યા મારે;

અસત્યની આશ સર્વે ઉરથી પરહરી, શ્યામળી થઈ દૃઢ શરણ તારે પુ. ૧

વિષય વાયુવડે તૃણ જેમ ઉડતી, માવજી મેરૂને તુલ્ય કીધી;

કોટિ બ્રહ્માંડના નાથ કર સાઈને, અચળ પદવી મને આજ દીધી. પુ. ર

હાસ વિનોદ બહુ હેત દેખાડતા, મહાપ્રભુ આવીયા મહોલ મારે;

નટવર અલૌકિક રૂપ નિહાળતાં, રસીયાજી રાચી હું રંગ તારે. પુ. ૩

દુઃસહદુઃખ કાપીયું અખંડ, અસ્થિર સ્થિર સ્થાપીયું છેલ રસીયા;

કહે છે મુક્તાનંદ સર્વે કાસળ ટળી, માહેરે મંદિર નાથ વસીયા. પુ. ૪

Facebook Comments