(૦૪) વર્ણજાતિવિવેક પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:38pm

વર્ણજાતિવિવેક પ્રકરણમ્ (૪)

 

સર્વણપુરૂષ થકી વિવાહિત સવર્ણ સ્ત્રીને વિષે ઊત્પન્ન થયેલ પ્રજા સજાતીય કહેવાય છે, અને પ્રશસ્તવિવાહ થકી ઊત્પન્ન થયેલ પુત્રોથી સંતાનવૃદ્ધિ થાય છે. ૯૦

બ્રહ્મણથી ક્ષત્રિયાણીને વિષે ઊત્પન્ન થયેલ પુત્ર ‘મૂર્ધાવિસિકત,’ વૈશ્ય જાતિની પત્નીથી ઊત્પન્ન પુત્ર ‘અમ્બષ્ઠ’ અને શુદ્ર જાતિની પત્નીથી ઊત્પન્ન પુત્ર ‘નિષાદ’ અથવા ‘પારશવ’ કહેવાય છે. ૯૧

ક્ષત્રિય પુરૂષથી વૈશ્ય જાતિની અને શુદ્ર જાતિની પત્નીઓથી ઊત્પન્ન પુત્ર ક્રમશઃ ‘માહિષ્ય’ અને ‘ઊગ્ર’ કહેવાય છે. અને વૈશ્ય પુરૂષથી શૂદ્રા સ્ત્રીને વિષે ઊત્પન્ન ‘કરણ’ નામનો પુત્ર કહેવામાં આવે છે. આ સર્વ વિચાર વિવાહિત સ્ત્રીનો છે. ૯૨

બ્રાહ્મણ કન્યાથી ક્ષત્રિય વડે ઊત્પન્ન પુત્ર ‘સૂત’ વૈશ્ય દ્વારા ઊત્પન્ન પુત્ર ‘વૈદેહક’ તથા સૂદ્ર દ્વારા ઊત્પન્ન પુત્ર ‘ચાંડાલ’ કહેવાય છે. અને તે ચાંડાલ સર્વ ધર્મ કર્મમાં અનધિકારી છે. ૯૩

ક્ષત્રિય સ્ત્રીથી વૈશ્ય દ્વારા ઊત્પન્ન પુત્ર ‘માગધ’ અને શુદ્ર દ્વારા ઊત્પન્ન પુત્ર ‘ક્ષત્તા’ કહેવાય છે. અને વૈશ્ય જાતિની સ્ત્રી વિશે શૂદ્ર દ્વારા ઊત્પન્ન પુત્ર ‘આયોગવ’ કહેવાય છે. ૯૪

મહિષ્ય (ક્ષત્રિય દ્વારા વૈશ્ય સ્ત્રીથી ઊત્પન્ન) પુરૂષ દ્વારા કરણ જાતિની સ્ત્રીને વિષે ઊત્પન્ન થાય તે રથકાર (સુતાર) જાતિનો થાય. તેમાં પ્રતિલોમજ પુત્રોને નિન્દિત અને અનુલોમજ પુત્રોને ઊત્તમ સમજવા. ૯૫

મૂર્ધાવસિકતાદિક જાતિઓનો સાતમી કે પાંચમી પેઠીએ પણ ઊત્કર્ષ થાય છે. પરંતુ આપત્કાળમાં નિમ્ન જાતિનું કર્મ સ્વીકાર કરે તો સમતાથાય છે અને અધર પ્રતિલોમજ તથા ઊત્તર અનુલોમજ પૂર્વવત્ સત્ અને અસત્ જાણવા. ૯૬

 

ઈતિ વર્ણજાતિ વિવેક પ્રકરણમ્