પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૪

Submitted by Parth Patel on Wed, 07/09/2011 - 11:08pm

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૪

દોહા -

ચક્ર સુદરશન આદિ જે, આયુધ મૂર્તિમાન ।

દિવ્ય દેહે સેવે સદા, પ્રભુપદ પરમ સુજાન ।।૧।।

નંદ સુનંદ શ્રીદામવર, શક્રભાનુ શશિભાન ।

એ આદિક અસંખ્ય ગણ, રૂપ ગુણ શીલવાન ।।૨।।

સેવત પ્રભુપદ પ્રીત કરી, પાર્ષદ પરમ પ્રવિર ।

રાજત સદા સમીપમાં, મહા સુભટ રણધીર ।।૩।।

કોટિ ચંદ્ર રવિ સમ દ્યુતિ, નવ નીરદ તનમાંય ।

નિરખિ નાથ શોભાનિધિ, આનંદ ઊર ન સમાય ।।૪।।

ચોપાઈ -

અનંતકોટિ કલ્યાણકારી ગુણરે, તેણે યુકત છે મૂરતિ તરૂણ રે

ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ રે, નવ નિધિ સિદ્ધિ અણિમાદિ રે ।।૫।।

એ આદિક ઐશ્વર્ય અપાર રે, સેવે પ્રભુપદ કરી પ્યાર રે ।

મૂર્તિમાન વેદ ચારે ગાય રે, હરિનાં ચરિત્ર ર્કીિત મહિમાય રે ।।૬।।

વાસુદેવાદિ વ્યૂહ અનુપ રે, કેશવાદિક ચોવીશ રૂપ રે ।

વારાહાદિક બહુ અવતાર રે, એ સર્વના હરિ ધરનાર રે ।।૭।।

એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન રે, પુરૂષોત્તમ કૃપાનિધાન રે ।

આજે ઐશ્વર્ય સર્વે કે’વાય રે, તેણે યુકત થકા હરિરાય રે ।।૮।।

ભુવિપર એકાંતિક ધર્મ રે, તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે ।

બદ્રિકાશ્રમને માંઈ રે, થયો શાપ અતિ દુઃખદાઈ રે ।।૯।।ઐશ્વર્ય

ઋષિ દુર્વાસાને શાપે કરી રે, ભુવિ પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે ।

નિજ એકાંતિક ભકત જાણી રે, ભકિત ધર્મ ઊપર હેત આણિ રે ।।૧૦।।

વળિ મરિચ્યાદિક ઋષિરાજ રે, હરિના એકાંતિક ભકત સમાજ રે ।

અસુરગુરુ રૂપ થકી ભારી રે, તેમની રક્ષા કરવાને મુરારી રે ।।૧૧।।

ભકિત ધર્માદિકને દયાળ રે, સુખ આપવા પરમ કૃપાળ રે ।

નિજ પ્રબળ પ્રતાપે કરિ રે, અસુરગુરુ નૃપનો મદ હરિ રે ।।૧૨।।

એમનો નાશ કરવાને કાજ રે, શસ્ત્ર ધાર્યા વિના મહારાજ રે ।

કરવા નાશ તે સર્વે ઊપાય રે, નિજ બુદ્ધિબળે મુકતરાય રે ।।૧૩।।

ગ્રહિ કળીબળને વારમવાર રે, પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર રે ।

તેનો કરવા અતિશે નાશ રે, કરવા સુખિયા સર્વે નિજદાસ રે ।।૧૪।।

નિજ દર્શ સ્પર્શાદિકે કરી રે, વળી રચી વચનરૂપ પતરી રે ।

કરવા અનેક જીવનો ઊદ્ધાર રે, ઈચ્છા કરી ધરવા અવતાર રે ।।૧૫।।

નિજધામ પમાડવા સારુ રે, દેવા અખંડ સુખ ઊદારુ રે ।

ઊર ધારી અચળ એવી ટેક રે, એવા પરમ દયાળ છે એક રે ।।૧૬।।

કરવા કરૂણા કળિમધ્યે ભારી રે, દીનબંધુ દયા દિલ ધારી રે ।

મોટો અર્થ વિચાર્યો છે એહ રે, કરવા અભય નારી નર તેહ રે ।।૧૭।।

એમ પુર્ણ પુરૂષોત્તમ રાય રે, દિધો કોલ વૃંદાવનમાંય રે ।

ભકિત ધર્મને આપ્યું વચન રે, સત્ય કીધું તે જગજીવન રે ।।૧૮।।

કોશળદેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત રે ।

ધર્યો નર વિગ્રહ સ્વછંદ રે, પરમ પાવન પરમાનંદ રે ।।૧૯।।

શ્રીનારાયણ ઋષિરૂપ રે, થયા પ્રગટ તે પરમ અનુપ રે ।

થયા ભકિત ધર્મના બાળ રે, શ્રીકૃષ્ણ ભકત પ્રતિપાળ રે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્થઃ પ્રકારઃ ।।૪।।