રાગ - ગરબી
પદ ૧
હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારિશ માં ;
માર ઊરમાં છબીલાજીને પ્રોવા રે, મેણલે મારીશ માં૦ ટેક.
જાઈશ જોવા હું તો નંદજીનો લાલો ,
હાંરે મને પરમ સનેહી લાગે વહાલો રે. મા મુને૦ ૧
છેલ છબીલો વા’લો કુંજનો વિહારી,
હાંરે એતો જીવન દોરી છે મારી રે. મા મુને૦ ૨
વારીશ માં રે તુંને કહું છું રે વહેલું,
હાંરે હું તો માથું જાતા નહિ મેલું રે. મા મુને૦ ૩
પ્રેમાનંદના સ્વામીને સારુ ,
હાંરે કુરબાન કર્યું છે જીવન મારું રે. મા મુને૦ ૪
પદ - ૨
હાંરે મેં તો જોયા ચતુર નંદલાલ રે, ઉભા ઓશરીએ ;
હાંરે કર્યું તિલક કેસર કેરું ભાલ રે, સુંદરવર હરિએ. ટેક.
શ્વેત પાઘ શીર ઊપર શોભે ,
હાંરે જોઈ છોગલીયાં ચિત્ત લોભે રે. ઉભા૦ ૧
શ્વેત હાર પહેર્યા ઊર પર કાજુ ,
હાંરે બાંધ્યા શ્વેત ફુલોના બાજુ રે. ઉભા૦ ૨
શ્વેતાંબર સર્વે અંગે બિરાજે ,
હાંરે જોઈ કોટિક કામ છબી લાજે રે. ઉભા૦ ૩
પ્રે મા નં દ ક હે પલવટ વાળી ,
હાંરે ચડયા ઘોડલીયે વનમાળી રે. ઉભા૦ ૪
પદ - ૩
વા’લો ઘોડલાં ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીયે;
મારું ચિત્તડું ચોરે છે સુખધામ રે આંખલડીની અણીએ.ટેક.
ઘોડલાં ફેરે ને વાલો મુજ સામું હેરે,
હાંરે મુને ન્યાલ કીધી છે આણી ફેરે રે. બાઈ૦ ૧
ચપળ તુ રં ગ અતિ વેગે ફ રે છે ,
હાંરે એ તો ગરુડનો ગર્વ હરે છે રે. બાઈ૦ ૨
સુરનર મુનિજન નિરખે છે પ્રીતે ,
હાંરે જાણે ચિત્ર આલેખ્યાં છે ભીંતે રે. બાઈ૦ ૩
રૂડો લાગે છે ખભે ફરકે છે પટકો,
હાંરે રીઝ્યો પ્રેમાનંદ જોઈ લટકો રે. બાઈ૦ ૪
પદ - ૪
હાંરે સખી નાવા પધાર્યા મહારાજ રે, જીવન જમુનામેં ;
સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસામે. ટેક.
હળવા તે હળવા વાલો હાલે બ જા રે ,
હાંરે ઉભાં નગરવાસી પ્રાણ વારે રે. જીવન૦ ૧
છ ત્ર ચમર શિર ઊપર રા જે ,
હાંરે આગે અગણીત વાજાં વાજે રે. જીવન૦ ૨
ઊતર્યા ગોવિંદ જમુનામાં નાવા ,
હાંરે આવ્યા સુરમુનિ પુષ્પે વધાવા રે. જીવન૦ ૩
ગિરધર નહાય ને ગોપીઓ ગાય ,
હાંરે જોઈ પ્રેમાનંદ વારી જાય રે. જીવન૦ ૪