હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઊભી રહી એક પગેજી ।
નયણે ન મળે પળેપળે જળ વહેદોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।।
ઢાળ –
દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ તેહ રહી જોઈ ।
જયારે નયણે ગરદ નદીઠી, ત્યારે પડી પૃથવીએ રોઈ ।।૨।।
જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઊપજે ।
એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજયું કે તજે ।।૩।।
શુદ્ધ ન રહી શરીરની, મૂર્છા ખાઈ પડી માનિની ।
ઊઠી ન શકે અવનિ થકી, વળી ભૂલીદશાદેહભાનની ।।૪।।
હંસ ગયો હરિની સાથે, રહ્યુંદેહ તેહ પડી પૃથવી ।
જેમદોરી તુટીદારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।।
એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં ।
વણ દરદેદરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં ।।૬।।
એટલા પછિ અંગ સંભાળી, અને ઊઠી સર્વે અબળા ।
માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા ।।૭।।
અહો આ શું થયું બાઈ, હવે ભૂધરને કૈયે ભાળશું ।
સદનમાંહી સખી આપણે, શું જોઈને મન વાળશું ।।૮।।
ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે ।
પછી પગલાં જોઈને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે ।।૯।।
રજ લઈ લઈ મસ્તક મુકે, વળી વળી કરે બહુ વંદના ।
વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।। કડવું ।।૧૬।।
પદ-૪ (રાગ : મલાર)
‘મન રે માન્યું નંદલાલશું, જોઈ પાઘ’ એ ઢાળ.
બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જયારે પીડાયે પંડ;
ઓસડ એનું એ કોઈ ન મળે રે, જો ભમિયે બ્રહ્માંડ..પ્રીત૦ ।। ૧ ।।
બાઈ મીન જળે જયારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે;
ચકોર દુઃખી થયો ચંદ્રથી રે, ત્યારે કયાં સુખ પામે..પ્રીત૦ ।। ૨ ।।
બાઈ ચકવો દુઃખ પામ્યો દિનેશથી, પિયુષથી માનવી;
કોણ ઉપાય હવે કીજિયે રે, ગજ જળિયો જાહ્નવી..પ્રીત૦ ।। ૩ ।।
એમ નિષ્કુળાનંદના નાથથી, પીડા આપણે પામી;
શું કરીએ હવે સજની રે, આશા ઊગર્યાની વામી..પ્રીત૦ ।। ૪ ।।