Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:03pm કુલ ૬૪ અધ્યાય અધ્યાય - ૧ - ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા તેને આઠ વર્ષ થયાં ને અભયરાજા ગોલોકવાસી થયા અધ્યાય - ૨ - રાજાના પ્રશ્ન પછી સુવ્રતમુનિએ મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ સેવકોની સેવા-વ્યવસ્થાનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૩ - પોતાની સંપત્તિને સત્કાર્યમાં વાપરવા ઇચ્છતા ઉત્તમરાજાને ભગવાન શ્રીહરિએ આપેલી અનુમતિ. અધ્યાય - ૪ - જયાબાના મુખ્યપદે વિજયાદશમીનો ભવ્ય મહોત્સવ. અધ્યાય - ૫ - અન્નકૂટોત્સવ ઉજવવાની આજ્ઞા મળતાં બન્ને બહેનોના અંતરમાં આનંદ થયો ને સર્વે બહેનો સેવામાં લાગી ગયાં. અધ્યાય - ૬ - અન્નકૂટની સેવામાં તત્પર નરનારીઓનો ઉત્સાહ વધારવા બન્ને પાકશાળામાં પધારતા ભગવાન શ્રીહરિ. અધ્યાય - ૭ - અન્નકૂટોત્સવના નિમિત્તે ભગવાન શ્રીહરિનાં દર્શને પધારેલા મંડળધારી સંતોનાં નામ. અધ્યાય - ૮ - ધનતેરસને દિવસે ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિનું કરેલું પૂજન. અધ્યાય - ૯ - ભગવાન શ્રીહરિએ સંતોનું સ્વાગત કરી જમાડી તૃપ્ત કર્યા. અધ્યાય - ૧૦ - ધનતેરસની જેમ ભગવાન શ્રીહરિનો ચૌદશનો દિવસ પણ ભક્તજનોની આગતા સ્વાગતામાંજ પસાર થયો. દિવાળીને દિવસે શ્રીહરિએ નવાં વસ્ત્રો ધારણ કર્યાં. અધ્યાય - ૧૧ - ભગવાન શ્રીહરિએ દેશદેશાંતરમાં થતી પોતાના સંપ્રદાય સંબંધી લોકવાયકા ભક્તજનોને પૂછી અને ભક્તજનોએ તે કહી સંભળાવી. અધ્યાય - ૧૨ - દીપાવલીના પવિત્ર દિવસે દેશાંતરથી આવેલા હજારો ભક્તોએ શ્રીહરિનું વિવિધરીતે પૂજન કર્યું. અધ્યાય - ૧૩ - દીપાવલી તથા અમાવાસ્યાના પવિત્ર પર્વે ભગવાન શ્રીહરિ સંતો-ભક્તો સાથે મધ્યાહ્ને ઉન્મત્તગંગામાં જળક્રીડા કરી. અધ્યાય - ૧૪ - દીપાવલીના બપોર પછી નિત્ય નિયમ પ્રમાણે પ્રાગજી પુરાણી પાસે પંચમસ્કંધનું શ્રવણ કર્યું. અધ્યાય - ૧૫ - અન્નકૂટમાં ક્ષત્રિય સ્ત્રીભક્તોની વિવિધ પાક બનાવવાની સેવાનું વર્ણન. અધ્યાય - ૧૬ - અમાવાસ્યાની અંતિમ રાત્રી અને નવાવર્ષનો પ્રથમ પ્રહર. ઉત્તમરાજાએ શ્રીહરિની પૂજા કરી. અધ્યાય - ૧૭ - સર્વે બ્રહ્મચારી તથા સંતોએ શ્રીહરિની સ્તુતિ કરી. અધ્યાય - ૧૮ - ભગવાન શ્રીહરિએ અદ્ભૂત અન્નકૂટ રચના કરાવી. અધ્યાય - ૧૯ - લલિતાબાએ પોતાની પૂજાના ઠાકોરજી આગળ ગોઠવેલ અન્નકૂટનું દર્શન. અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિએ સંતોને વિવિધ વાનગીઓ પીરસીને જમાડયા. અધ્યાય - ૨૧ - પાર્ષદો અને ક્ષત્રિયોને જમાડવાની શ્રીહરિની લીલા. અધ્યાય - ૨૨ - ભગવાન શ્રીહરિએ સભામાં કરુણા કરીને સત્સંગદીપનું કરેલું પ્રકાશન. અધ્યાય - ૨૩ - જયાબાની પ્રાર્થનાથી સંતો-ભક્તોને પ્રબોધની પર્યંત રોકાવાની શ્રીહરિની આજ્ઞા. અધ્યાય - ૨૪ - ઉદ્ધવ સંપ્રદાયનાં નરનારીઓના ધર્મની રક્ષાનો અને વૃદ્ધિનો ઉપાય પૂછતા હેમંતસિંહ રાજા. અધ્યાય - ૨૫ - સત્સંગી સ્ત્રી-પુરુષોમાં સ્પર્શાસ્પર્શનો શ્રીહરિએ કહેલો વિવેક. અધ્યાય - ૨૬ - ભગવાન શ્રીહરિએ કરેલું ધર્મ સિદ્ધિના સાધનોનું વર્ણન. અધ્યાય - ૨૭ - બ્રહ્માનંદ સ્વામીના પૂછવાથી શ્રીહરિએ સંતો માટે કહેલી નિષ્કામશુદ્ધિ. અધ્યાય - ૨૮ - ગોપાળાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ ત્યાગી સંતોના આહ્નિક વિધિનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૨૯ - મુક્તાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ કરેલું સ્વરૂપાદ્વૈત જ્ઞાનનું નિરૂપણ. અધ્યાય - ૩૦ - વાસુદેવાનંદ વર્ણીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ કહેલો પોતાના મંત્રજપનો વિધિ. અધ્યાય - ૩૧ - ભગવાન શ્રીહરિએ કહેલો સર્વ વ્રતો કરતાં એકાદશીનો સર્વોત્તમ મહિમા. અધ્યાય - ૩૨ - એકાદશીની ઉત્પત્તિ અને તેને મળેલું વરદાન. અધ્યાય - ૩૩ - ભગવાન શ્રીહરિએ ભક્તજનોના પૂછવાથી એકાદશીના વ્રતવિધિનું કરેલું વિસ્તારથી વર્ણન. અધ્યાય - ૩૪ - ભગવાન શ્રીહરિએ કહેલો એકાદશી વ્રતનો ઉદ્યાપન વિધિ. અધ્યાય - ૩૫ - ભગવાન શ્રીહરિએ કહેલા એકાદશીના અધિષ્ઠાતા કેશવાદિ ચોવીસ સ્વરૂપોનાં લક્ષણો. અધ્યાય - ૩૬ - ભક્તજનોને શીખવવા માટે શ્રીહરિએ એકાદશીવ્રતનું વિધિ પૂવક અનુષ્ઠાન કર્યું. અધ્યાય - ૩૭ - પ્રબોધનીના દિવસે જયાબાએ આપેલ ગુડધેનુ આદિ મહાદાનવિધિનું નિરૂપણ. અધ્યાય - ૩૮ - ભગવાન શ્રીહરિએ સંતો ભક્તો સાથે એકાદશીનું જાગરણ કર્યું. અધ્યાય - ૩૯ - સ્વયં શ્રીહરિએ પીરસીને સંતોને જમાડયા. અધ્યાય - ૪૦ - શ્રીહરિએ રાજાઓના પૂછવાથી વિદુરનીતિનો આપેલો ઉપદેશ. અધ્યાય - ૪૧ - એકાંતિક ભક્તજનોજ જેને પ્રાપ્ત કરી શકે છે તેવા બ્રહ્મપુર ધામનું વર્ણન. અધ્યાય - ૪૨ - શ્રીહરિના આદેશથી સંતો ભક્તોએ પોતપોતાના દેશમાં જવાની તૈયારી કરી. અધ્યાય - ૪૩ - જયાબા, રમાબા, લલિતાબા આદિ સ્ત્રી ભક્તોએ શ્રીહરિનું પૂજન કરી, સ્તુતિ કરી. અધ્યાય - ૪૪ - ભગવાનને અતિશય પ્રસન્ન કરવાના સાધનસ્વરૂપે માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિનું કરેલું નિરૂપણ. અધ્યાય - ૪૫ - અન્નકૂટ તથા પ્રબોધનીના ઉત્સવમાં સ્ત્રીભક્તોએ કરેલી સેવાથી પ્રસન્ન થયેલાં ભક્તિદેવીનું પ્રત્યક્ષ દર્શન. અધ્યાય - ૪૬ - ભગવાન શ્રીહરિએ અનંત જગ્યાએ ઉજવેલા ઉત્સવોનું કરેલું સંક્ષિપ્ત વર્ણન. અધ્યાય - ૪૭ - ભગવાન શ્રીહરિને વડતાલથી પુષ્પદોલોત્સવ ઉજવવા માટે પધારવાનું આવેલું આમંત્રણ. અધ્યાય - ૪૮ - વડતાલ પધારેલા શ્રીહરિનાં દર્શને પધારેલા ભક્તસમુદાયની સ્થિતિનું વર્ણન. અધ્યાય - ૪૯ - રામપ્રતાપભાઇ આદિ અયોધ્યાવાસીઓનું આગમન. અધ્યાય - ૫૦ - દશમની રાત્રે શ્રીહરિએ પાર્ષદોને ભોજન કરાવ્યું. અધ્યાય - ૫૧ - શ્રીહરિની ફલાહારલીલાનું વર્ણન. અધ્યાય - ૫૨ - એકાદશીને દિવસે શ્રીહરિએ બ્રાહ્મણો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનું મહાપૂજન કર્યું. અધ્યાય - ૫૩ - ભગવાન શ્રીહરિના સાંનિધ્યમાં મોટી સભાનું આયોજન, ગાયકો દ્વારા ગાયન કળાનું દર્શન અને ગુજરાતના ભક્તજનોએ કરેલી ભગવાન શ્રીહરિની પૂજા. અધ્યાય - ૫૪ - પૂર્વ તથા ઉત્તર દિશાના ભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું. અધ્યાય - ૫૫ - ભગવાન શ્રીહરિની સાયંકાળની સંધ્યાવિધિની લીલા. અધ્યાય - ૫૬ - ભગવાન શ્રીહરિએ બન્ને ભાઇઓને ઘેર પ્રતિદિન એકવાર ભોજન કરવાની હા પાડી. અધ્યાય - ૫૭ - શ્રીહરિએ ફુલડોલમાં બિરાજેલા શ્રીનરનારાયણ ભગવાનનું પૂજન કરી આરતી કરી. અધ્યાય - ૫૮ - ફૂલડોલના ઉત્સવ સાથે ભગવાન શ્રીહરિએ રંગોત્સવ પણ કર્યો. અધ્યાય - ૫૯ - ભગવાન શ્રીહરિએ સંતો, ભક્તો અને સ્ત્રીઓને શાસ્ત્રોની મર્યાદા પાલન કરવાનો ઉપદેશ કર્યો. અધ્યાય - ૬૦ - સ્ત્રીના સહવાસથી મુક્ત ભાવને પામેલા નારદજી અને પર્વતનું થયેલું પતન. અધ્યાય - ૬૧ - બ્રહ્મનિષ્ઠ હોવા છતાં પણ પુરુષના પ્રસંગથી દેવયાની નારીનું થયેલું પતન. અધ્યાય - ૬૨ - ભગવાન શ્રીહરિએ ભક્તજનોને સંક્ષેપથી કરેલો ગૃહસ્થધર્મનો ઉપદેશ. અધ્યાય - ૬૩ - મુક્તાનંદ સ્વામીએ કરેલું ષટ્પદીનું ગાન તથા શ્રીહરિએ સમાધીનું સુખ આપ્યું. અધ્યાય - ૬૪ - નારાયણગીરી બાવા તથા હરિભક્તોની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિએ પોતાની જન્મ જયંતી અને વિમલા એકાદશી સુધી વડતાલમાં રોકાવાનું આપેલું વચન. Book traversal links for પ્રકરણ - ૩ ‹ અધ્યાય - ૫૨ - ધર્મપુરનાં રાજરાણી કુશળ કુંવરબાઇના નિમંત્રણથી શ્રીહરિની ધર્મપુરમાં પધરામણી. Up અધ્યાય - ૧ - ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા તેને આઠ વર્ષ થયાં ને અભયરાજા ગોલોકવાસી થયા ›