નેહરો નિભાય લીજયો રે હો મોહનજી મોરો (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:28pm

 

રાગ : બીહાગ

પદ -૧

નેહરો નિભાય લીજયો રે હો મોહનજી મોરો. નેહ૦ ટેક

શરણાગતકી બીનતી પિયા સુનીયે સબ ગુનપૂર;

નિજ જન જાની નીભાયે લાલા અવગુન કીજે દૂર રે. મોહ૦ ૧

બહત તુરાઇ ભવન દીવારી, કોઉ ન પાવત થાંહ;

તામે હું બહી જાતથી લાલા, તુમહી પકરી બાંહરે. મોહ૦ ૨

બાંહ ગહી બલવંત જયું, જજ આવે ઉતારે પાર;

વંદુ શ્રીધર્મતનય બ્રહ્મપુર નિવાસી (૪) swaminarayanworld Wed, 24/10/2012 - 10:26pm

 

રાગ : ભૈરવી

પદ - ૧

વંદુ શ્રીધર્મતનય બ્રહ્મપુર નિવાસી; વંદુ૦ ટેક.

લહત ન સકામી કોઉ, આતમા ઉપાસી; વંદુ૦ ૧

જાકે અગણિત નામ, સત ચિત આનંદ ધામ;

અક્ષર અમૃત જનવિશ્રામ, અચ્યુત અવિનાશી. વંદુ૦ ૨

અગણિત વિશ્વ આધાર, સુખનિધિ અતિ સર્વપ્રકાર;

કહત નિગમ ગતિ અપાર, સુંદર સુખરાશી. વંદુ૦ ૩

પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:25pm

 

રાગ : ભૈરવી પ્રભાતી  

પદ - ૧

પ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી; પ્રાત૦ ટેક

દર્શન કારણ મુનિવર મોટાં, આવ્યા હરખ ભર્યા ભારી; પ્રાત૦ ૧

પંચાનન સહસ્ત્રાનન ષડમુખ, ગજવદનો વર ઉગારી;

શારદ નારદ વ્યાસ કીરમુની, સનકાદિક ઋષિવર ચ્યારી. પ્રાત૦ ૨

મૂષકવાહન શિખિવાહન જુત, વૃષભેશ્વર ભવભયહારી;

મારૂં મન મોહ્યુંરે મા જોઇ નંદલાલ

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:23pm

 

રાગ : રામકલી

પદ - ૧

મારૂં મન મોહ્યુંરે મા જોઇ નંદલાલ, મારૂં મન મોહ્યુંરે મા જોઇ નંદલાલ; ટેક.

રસિક છેલવર રૂપ ઉજાગર, અંબુજનયન વિશાળ. મારૂ૦ ૧

મોહનવર મને મોહીની લગાડી, કરી કરી નૌતમ ખ્યાલ. મારૂ૦ ૨

મર્માળે મને મર્મ જણાવી, વચને વધારી ઘણી વા’લ. મારૂ૦ ૩

મુક્તાનંદનો નાથ નવલ પ્રિયા, નિરખીને થઈ છું નિહાલ. મારૂ૦ ૪

કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:19pm

 

રાગ : બિભાસ

પદ - ૧

કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;

નેણું કેરે બાણે મારી, કાન ધુતારેરે. ટેક૦

સાન કરીને શ્યામળે, મુજ સામું જોયું રે;

ચોટ લગાડી ચિત્તમાં, રસબાણ પ્રોયુરે. નેણું૦ ૧

ઘાયલ થઇને ઘર સુધી, પહોતી પરાંણેરે;

જેવી છે વિહરની વેદના, મારૂં મન જાણેરે. નેણું૦ ૨

જાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:18pm

 

રાગ : પ્રભાતી

પદ - ૧

જાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી,

તમારી શય્યામાં, મારી સાડી ચંપાણી. જાગો૦ ૧

લોકડાંની લાજ મારે, શ્યામળા વાલા;

તમે તો નિઃશંક પોઢ્યા, નંદના લાલા. જાગો૦ ૨

સાસુડી ચકોર મારી, નણંદી ધુતારી;

ગાવલડી દોવાને મિષે, આવીતી બહારી. જાગો૦ ૩

જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:14pm

 

રાગ : ભૈરવ

પદ -૧

જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે; જાગો૦ ટેક

ગુંજત ભ્રમર કમળ દળ ઉપર, બોલત કૌવા કારે. જાગો૦ ૧

મુખ ઉપરસે દૂર કરો પટ, દેખો કૌતુક દ્વારે;

સહસ્રવદન ચતુરાનન ષણ્મુખ, કરત કોલાહલ ભારે. જાગો૦ ૨

પંચાનન ગજવદન વિનાયક, સનકાદિક ઋષિ ચારે;

નાચત જંત્ર બજાવત નારદ, ગાવદ જશ વિસ્તારે. જાગો૦ ૩

પ્રભાતે ઉઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:10pm

 

રાગ : ભૈરવ

પદ - ૧

પ્રભાતે ઉઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે;

આઠ જામ ધામ ધન અર્થે , કામ થકી નથી કાતો રે. પ્રભાતે૦

માતતણા ઉદરની માંહી, અહોનિશ તું અકળાતો રે;

જઠરાનળની બળતો ઝાળે, અતિ કષ્ટ તુંને થાતો રે. પ્રભાતે૦ ૧

તે દુઃખમાંથી બારો કાઢ્યો, માયાનો મદ માતો રે;

ભજ મન ધર્મતનય નંદનંદ (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:07pm

 

રાગ : બિલાવર

પદ - ૧

ભજ મન ધર્મતનય નંદનંદ, ભજ૦

ભજત સબહી ભય ભર્મ નશાવત, ઉભય રૂપ એક આનંદકંદ. ભ૦ ૧

ઉત મુનિવર કે વૃંદ લિયે સંગ, ઇત સંગ લે ગોપિન કે વૃંદ;

ઉત તપરત સંયમ વ્રત સેવત, ઇત રસકેલિ કરત વૃજચંદ. ભ૦ ૨

ઉત તપફળ દેત કરત સબકો હિત, ઇત દે દરશ હરહિ ભવ ફંદ;

મુક્તાનંદ કે’ ઇષ્ટ એહી પ્રભુ, પ્રગટ રૂપ જો સબ જગવંદ. ભ૦ ૩

પદ - ૨

ધર્મતનય ભજ નંદકીશોર, ધર્મ૦

જનહિત જુગલ રૂપ ભએ મહા પ્રભુ, સુર મુનિવૃંદ જપત જેહિ ભોર; ધ૦ ૧

ઉત મુનિવૃંદ સહિત બદ્રિપતિ, ક્રોધસેં રહિત મદનમદ તોર;

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:32pm

 

રાગ : સોહની

પદ - ૧

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે;

સત્યસ્વરૂપ છે સુરનરમુનિના ભૂપ છેરે. પ્રાણી૦ ટેક.

નેતિ નેતિ કહી નિગમ ગાયે, ઉપનિષદનો સાર;

કાળ માયાદિક સહુના પ્રેરક, અક્ષરના આધાર. સત્ય૦ ૧

બ્રહ્મમોહોલના વાસી પ્રભુ, દિવ્ય સ્વરૂપ સાકાર;

કમળા આદિક મુક્ત કોટિ, સેવે કરી અતિ પ્યાર. સત્ય૦ ૨