જનમંગલ મંત્રાર્થ - પ્રવચન સદ શાસ્ત્રી. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી swaminarayanworld Sat, 09/07/2011 - 9:30pm

૨ ઓક્ટોબર ૧૯૯૦ થી ૨૪ ઓક્ટોબર ૧૯૯૦ દરમ્યાન દ્વિતિય ઋષિકેશ શિબિરમાં શ્રી ૧૦૮ જનમંગલ મંત્રાર્થ ઉપર સદ શાસ્ત્રી. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આપેલ મનનીય પ્રવચન

હરિસ્મૃતિ - પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી swaminarayanworld Sun, 03/07/2011 - 8:24pm

રાત્રે ૯-૦૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ગોપીનાથ યુવક મંડળની શુક્રવારની સભામા સદ્.નિષ્કુળાનંદસ્વામી વિરચિત "હરિસ્મૃતિ"  ઉપર પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીનું વિવેચનાત્મક પ્રવચન.

 

વિશિષ્‍ટાદ્વૈત એટલે શું ? What is VishistAdvaitham ? swaminarayanworld Mon, 16/05/2011 - 8:52pm

VishistAdvaitham upanyAsam in English by Sri Velukkudi Krishnan swami

વિશિષ્‍ટાદ્વૈત ઉપન્યાસમ

પુરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, કૃપા કરીને આજ જીરે (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:49pm
રાગ ગરબી
પદ - ૧
પુરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, કૃપા કરીને આજ જીરે
ભક્તિ ધરમને ઘેર પ્રગટ્યા, જન ઉદ્ધારવા કાજ રે
ધામ છપૈયા જીરે. ૧
સંવત્ અઢાર સાડત્રિસો વર્ષ, ચૈત્ર શુદિ નોમ કહીએ જીરે;
દશ ઘડી રાત જાતે પ્રગટ્યા, સોમવાર શુભ લઈએ રે. ધામ. ૨
ભવ બ્રહ્માદિક ભાવ કરીને, આવ્યા પ્રભુજી પાસ જીરે;
કર જોડી સૌએ વિનંતી કીધી, હૈયે લાવી ઊલાસ રે. ધામ.

ધન્ય ધન્ય છપૈયાપુર ધામને જો (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:47pm
 રાગ ગરબી પદ - ૧
ધન્ય ધન્ય છપૈયાપુર ધામને જો .
વાલું લાગ્યું તે શ્રી ઘનશ્યામને જો. ધન્ય.
વાલો અક્ષર થકી જીયાં આવિયા જો,
ભક્તિ ધર્મ તણા સુત કાવિયા જો. ધન્ય. ૧
તે માં મંદિર મણિમય શોભતું જો ,
બ્રહ્મમોલ થકી અતિ ઓપતું જો. ધન્ય.

સખી ચાલો છપૈયા ગામ જાઈયે જોવાને (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:46pm
રાગ ગરબી
પદ - ૧
સખી ચાલો છપૈયા ગામ જાઈયે જોવાને,
ત્યાં શોભે છે શ્રી ઘનશ્યામ. જાઈયે. ૧
તેમાં મંદિર મણીમય સાર. જાઈયે.
તેની શોભા તણો નહિ પાર. જાઈયે. ૨
કાજુ કનકનું સિંહાસન. જાઈયે.
માંઈ જડ્યાં બેઊ રતન. જાઈયે. ૩
વળી હીરા તણી બહુ હાર. જાઈયે.
મણી માણેક જડ્યા અપાર. જાઈયે. ૪
તેના ઊપર શોભે સુખધામ. જાઈયે.
દાસ બદ્રિનાથનો શ્યામ. જાઈયે. ૫
 
પદ - ૨
સારી શોભા કહું વળી આજ.

હરિકૃષ્ણ કૃપા કરી ઉરમાં રે , થયા પ્રગટ છપૈયા પુરમાં રે (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:44pm
 રાગ ગરબી 
પદ - ૧
હરિકૃષ્ણ કૃપા કરી ઉરમાં રે ,
થયા પ્રગટ છપૈયા પુરમાં રે. હરિકૃષ્ણ. ટેક.
વાલે જન્મ ધર્યો ધર્મ ધામમાં રે,
થયો આનંદ છપૈયા ગામમાં રે. હરિકૃષ્ણ. ૧
ભવ બ્રહ્માદિ દર્શને આવીયા રે ,
કરી પુષ્પની વૃષ્ટિએ વધાવીયા રે. હરિકૃષ્ણ. ૨
દેવ દુંદુભી નગારાં ગડગડે રે ,
વેદ વંદના કરી પાવમાં પડે રે. હરિકૃષ્ણ. ૩
વળી વાજાં વાગે બહુ બારણે રે,
દાસ બદ્રિનાથ જાય વારણે રે. હરિકૃષ્ણ.

શ્યામના દર્શન કરીએ સાહેલી, ચાલો છપૈયા શહેરમાં જઈએ (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 1:17pm
 રાગ ગરબી -
પદ - ૧
શ્યામના દર્શન કરીએ સાહેલી, શ્યામનાં દર્શન કરીએ રે;
ચાલો છપૈયા શહેરમાં જઈએ. શ્યામનાં. ટેક.
શણગાર સારા સજયા શામળિયે, નીરખી અંતર ઠરીએ;
નીરખી અંતર ઠરીએ સાહેલી. શ્યામનાં. ૧
જામો જરીનો પાઘ સોનેરી, તેમાં તોરા ધરીએ રે. શ્યામનાં. ૨
સુંથણલી સારી હીરની નાડી, ફુમકાં ફુલ્યાં જરીએ રે. શ્યામનાં. ૩
હાર હજારી પહેર્યો પાતળીયે, ઊર શોભે ઉતરીએ રે. શ્યામનાં. ૪
પુંચી કડાં નંગ જડીયલ બાજુ, વેઢ વટી આંગળીએ રે. શ્યામનાં.

છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, ભાવે કરી ભક્તિ ધરમને ધામ (૫)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 1:11pm
રાગ માલીગાડો
પદ - ૧
છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, ભાવે કરી ભક્તિ ધરમને ધામ. છપૈ.
સંવત્ અઢાર સાડત્રિશો સાલ, ચૈત્ર સુદિ નવમી રૂડો સોમવાર;
દશ ઘડી રાત્રે થયો અવતાર. છપૈયે. ૧
ભવ બ્રહ્મા દેવ આવ્યા તિયાં દોડી, કરે ઘણી વિનંતી બેઊ કર જોડી;
ભલે આવ્યા ઊધ્ધારવા જન ક્રોડી. છપૈયે.

ડભાણનો ગરબો - ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી (૧)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 11:52am
રાગ ગરબો પદ - ૧
ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી.
સર્વે જન તણે મન ભાવ્યા રે. સાંભળો સાહેલી. ૧
કહું સંક્ષેપથી તેનો સાર રે. સાંભળો સાહેલી.
સૌ સાંભળજો કરી પ્યાર રે. સાંભળો સાહેલી. ૨
સદગુરુ  તે બલરામ દાસ રે. સાંભળો સાહેલી.
જેને હૈયે હરિનો નિવાસ રે. સાંભળો સાહેલી. ૩
જાણે વેદ પુરાણનો સાર રે. સાંભળો સાહેલી.
તેનો લેશ નહિ અહંકાર રે. સાંભળો સાહેલી. ૪
તેને સ્વપ્ન થયું એક દિન રે. સાંભળો સાહેલી.
થયાં શ્રીહરિનાં દર્શન રે. સાંભળો સાહેલી.