કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું, સર્વ પહેલાં ઊઠી પ્રાતઃકાળે (૮) ?

Submitted by swaminarayanworld on Tue, 25/01/2011 - 5:09pm

રાગ - કેદારો

પદ-૧

કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું,

સર્વ પહેલાં ઊઠી પ્રાતઃકાળે, કીજી. ટેક૦

નીરખીએ રૂપ નખશિખ મહારાજનું, વાસના અશુભ તત્કાળ ટાળે.... કીજી૦ ૧

સંત હરિભક્ત સૌ ઉંઘ આળસ  તજી, ચિંતવીએ ચરણ અતિ  પ્રીત આણી,

નીરખીએ નખ મણિ સીમા શોભા  તણી, દુર્લભ દેવને એમ જાણી.... કીજી૦ ૨

જમણા તે ચરણના અંગુઠા ઊપરે, નખમાંહી ચિહ્ન તે જોઈ રે’વું,

ચિહ્ન પર રક્ત રેખા અતિ શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું.... કીજી૦ ૩

ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા;

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:59pm

રાગ - સોરઠ ( વચનામૃત વડતાલ - ૧૨ )

ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા;

શ્રી યમુનાજી પૂજ્ય તટોગન નહિ પાર રે, નાવા પેસતા ....ટેક ૦

ધન્ય ધન્ય તે જશોદા માતને,  ધન્ય ધન્ય એ નંદજી તાતને

ધન્ય ધન્ય ગોવર્ધન ગાથને, ધન્ય ધન્ય તે વ્રજના સાથને ....ધન્ય ૦ ૧

સુતા ઉઠીરે, સમરું સહજાનંદ કે, વેણલાં ભલે વાયાં રે. (૨) ?

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 8:37pm
રાગ - ધોળ - પ્રભાતી
પદ - ૧
સુતા ઉઠીરે, સમરું સહજાનંદ કે, વેણલાં ભલે વાયાં રે.
અંતર ઊપન્યો રે, અતીશે આનંદ કે. વેણલાં૦ ૧
નયણે નિરખી રે, રંગભીનાનું રૂપ કે. વેણલાં૦
પ્રીતે પાખ્યા રે, બ્રહ્મમહોલનાભૂપ કે. વેણલાં૦ ૨
ઊર્ધ્વરેખા રે, બે ચરણમાં જોઈ કે.

દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઊઠીને

Submitted by swaminarayanworld on Tue, 18/01/2011 - 9:21pm
 
દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઊઠીને,
માવાનું મુખડું જોશું, સવારમાં નિત્ય ઊઠીને.
હરશું ને ફરશું સ્મરણ કરશું, માવાનું મુખડું જોશું. સવારમાં૦
સંતો કહેશે તે સેવા રે કરશું, કહેશે તો સંજવારી લેશું. સવારમાં૦
ગોપીનાથજીના ગુણલા ગાશું, હાથ જોડીને ઊભા રહેશુ. સવારમાં૦
હરિકૃષ્ણજીને હેતેથી મળીએ, સંસારમાં શીદ ભળીએ. સવારમાં૦
માતાજી પાસે માગીને કહિએ, બાળકોની ખબરું લઈએ. સવારમાં૦
વાસુદેવજીને વારણે જઈએ, અમે તમારા એમ કહીયે. સવારમાં૦
ધર્મભક્તિને ભાળીને કહીએ, હવે જાવા નવ દઈએ.

માનસી પૂજાનો વિધિ

Submitted by swaminarayanworld on Tue, 18/01/2011 - 9:04pm
।। માનસી પૂજાનો વિધિ ।।
      માનસી પૂજા કરવાનો હેતુ એ છે કે, ભગવાનમાં પ્રીતિ થાય, મનની સ્થિરતા વિના માનસી પૂજા થઇ શકતી નથી માટે મનને સ્થિર કરવા પ્રથમ આત્મ વિચાર કરવો જે, સ્થૂળ, સુક્ષ્મ અને કારણ એ ત્રણ દેહથી નોખો ચૈતન્યરૂપ જે આત્મા, તે મારૂં સ્વરૂપ છે, કહેતા હું અક્ષરબ્રહ્મ છું, અને મારે વિષે પુરૂષોત્તમ નારાયણ અખંડ વિરાજમાન છે.

શ્રી સહજાનંદ સ્વામીના દાસને રે, કરવી નિત્ય પ્રત્યે ઊઠી પ્રભાતરે

Submitted by swaminarayanworld on Tue, 18/01/2011 - 6:30pm
રાગ - ધોળ
શ્રી સહજાનંદ સ્વામીના દાસને રે, કરવી નિત્ય પ્રત્યે ઊઠી પ્રભાતરે,
પ્રભુની પૂજા માનસી રે, પહેલું શ્રીહરિનું રૂપ સંભારવું રે.
જેવા નિરખ્યા હોય સુંદરશ્યામ રે. પ્રભુ૦ ૧
ધરી ધ્યાન અચળ નિજ નાથનું રે,
પ્રેમે પૂજવા હરિ સુખધામ રે. પ્રભુ૦ ૨
દંત ધાવન આદિ ક્રિયા કરાવવી રે,
હરિને પાવલાં પહેરાવવાં પાય રે.

શ્રીનરનારાયણદેવપ્રાર્થનાસ્તોત્રમ્

Submitted by swaminarayanworld on Tue, 18/01/2011 - 5:26pm
- શ્રીનરનારાયણદેવપ્રાર્થનાસ્તોત્રમ્ -
અવતીર્ય નિજાક્ષરાત્પરાદિહ મૂર્ત્યાં બદરીવને સ્થિતઃ;
ભુવિ ભારતજીવશર્મણે, નરનારાયણદેવ ! પાહિ મામ્ ૧
યદુપર્યભવત્કૃપા તવ, સ નરો દૃષ્ટુમિહાર્હર્તીક્ષણમ્;
ન પરઃ સુરસત્તમોન્યથા, નરનારાયણદેવ ! પાહિ મામ્ ૨
પ્રથિતં ચ બૃહદવ્રતં ત્વયા, જનતાયાનિજધામલબ્ધયે;
અવબોધનમુત્તમં ભુવિ, નરનારાયણદેવ !
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાંહી ફર્યા swaminarayanworld Tue, 11/01/2011 - 8:22pm

શ્રી હરિલીલામૃત ગ્રંથના પ્રત્યેક કળશના સંક્ષેપાર્થ મંગળ શ્લોકો