માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા, માહેરૂં મંદિર ધામ કીધું (૪)

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:06pm

 

રાગ : કેદારો

પદ - ૧

માવજી મુજપર ખુબ અઢળક ઢળ્યા, માહેરૂં મંદિર ધામ કીધું;

સુખતણા સિંધુ સહજે મળ્યા શ્યામળો, તમથકી માહેરૂં કાજ સીધું. મા૦ ૧

દીન દુર્બળતણી જાણી તમે, મુજપર અતિશેજ કીધી;

દોયલી વેળાના દાસ છો નાથજી, શ્યામળા મારી સંભાળ લીધી. મા૦ ર

જે સંગ નેહ કર્યો તેને નવ વિસરો, ભક્તવત્સળ તમે અધિક રસીયા;

છાંડીકે શ્રીકૃષ્ણ દેવ, ઓર કી જો કરું સેવ (૪) ? swaminarayanworld Wed, 24/10/2012 - 7:04pm

 

રાગ : ટોડી

પદ - ૧

છાંડીકે શ્રીકૃષ્ણ દેવ, ઓર કી જો કરું સેવ;

કાટી ડારો કર મેરો તીખી તરવારસે. છાંડીકે૦ ૧

ત્યાગી કે રસીક કહાન, ઔરકો જો ધરું ધ્યાન;

ચીર ડારો છાતી મેરી, કઠીન કુઠારસે. છાંડીકે૦ ૨

કૃષ્ણબિના અન્ય જેહી, ઇષ્ટ જાની નમું તેહી;

ફોર ડારો શીર મેરો, મુસળ પ્રહારસે. છાંડીકે૦ ૩

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે (૪) ? swaminarayanworld Wed, 24/10/2012 - 6:09pm

 

રાગ : કેદારો પ્રભાતી

પદ-૧

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;

કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે... ધ્યાન૦ ૧

શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે,

પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નીરખતાં ભક્તનાં મન લોભે... ધ્યાન૦ ૨

પચરંગી પુષ્પના કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરા,

પ્રાત સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 6:01pm

 

રાગ : ભૈરવ

પદ-૧

પ્રાત સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે;

નલવટ રેખા નૌતમ નિરખી, અંતર સુખિયાં થાઈએ રે. પરાત૦ ૧

દક્ષણ ગોળ કપોળે તીલનું, શ્યામ ચિહ્ન ચિત્ત લાઈએ રે;

શ્રવણ વામમાં શ્યામ બિંદુ જોઈ, કામધામ વિસરાઈએ રે. પરાત૦ ૨

સુંદર શ્યામ જગાડ્યા સારુ, ઘેરે સાદે ગાઈએ રે;

પ્રાત થયું પંખી બોલ્યાં, જાગો જીવન મારા; (૪) ? swaminarayanworld Wed, 24/10/2012 - 5:27pm

રાગ : પ્રભાતી

પદ - ૧

પ્રાત થયું પંખી બોલ્યાં, જાગો જીવન મારા;

આળસડું મેલીને ઉઠો, મોહન પ્રાણ થકી પ્યારા. પ્રાત૦ ૧

મહી વલોવા ધેનું દોવા, ઉઠી મહીયારી;

માવ તમારૂં મુખડું જોવા, આવી ઉભી બા’રી. પ્રાત૦ ૨

કોમળ દાતણ તૈયાર કરીને, લાવીને ધરીયું; ટેક.

કંચન કેરી ઝારીમાં જળ, જમુનાનું ભરીયું. પ્રાત૦ ૩

વાલા ભોજનિયાં બહુ ભાત, જમો ગિરધારી રે, swaminarayanworld Thu, 19/04/2012 - 12:00am

 

રાગ - સામેરી

વાલા ભોજનિયાં બહુ ભાત, જમો ગિરધારી રે,

તમને જોવા કારણ આજ, આવી વ્રજનારી રે,

સોના કેરો પાટલો રે, સોના કેરો થાળ,

જળ જમુનાનાં નીરની, ઝારી ભરી મૂકી  તતકાળ. જમો૦ ૧

ઘેબર બહુ ઘીમાં કર્યાં રે, લાડુ સાકરના સાર,

સેવ સુંવાળી લાપસી, માંય ઘી ઘુંણીયલ ધાર. જમો૦ ૨

બરફી પડા ને મોતિયા રે, જલેબી જગદીશ,

સુતરફેણી શ્યામળા, કરી દળી ઝીણે અતિ પીશ. જમો૦ ૩

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે, (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:50pm

રાત્રીના ભોજનનો થાળ

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે, રૂડી૦

ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરેધોઈ;

મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે. રૂડી૦ ૧

ઘી ઘણું જમો અલબેલા, અથાણાં પાપડ રંગ છેલા;

ચોપે શું ચોળાની કાજુ કરી વડી રે. રૂડી૦ ૨

દૂધ કઢીને દહીં જમાવી, લલિત લવિંગે શું છમકાવી;

ભુધરને જમવાને કાજે કરી કઢી રે. રૂડી૦ ૩

શીતલ જલ જમુનાનાં લાઉં, પ્રેમેથી જલ પાન કરાવું;

જમોને જમાડું રે જીવન મારા, હરિ રંગમાં રમાડું રે (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:37pm

જમોને જમાડું રે જીવન મારા, હરિ રંગમાં રમાડું રે. જીવન મારા. ૧

વાલાજી મારા સોનાનો થાળ મંગાવું,મોતીડે વધાવું રે. જીવન મારા. ૨

વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમોને થાય ટાઢું રે. જીવ૦ ૩

વાલાજી મારા ગૌરીનાં ર્ઘાૃત મંગાવું, માંહી સાકર નંખાવું રે. જીવ૦ ૪

વાલાજી મારા દૂધ કઢેલ ભલી ભાતે, જમોને આવી ખાંતે રે. જીવ૦ ૫

વાલાજી મારા પાપડ પતાસાં ને પોળી, જમોને ગળી મોળી રે. જીવ૦ ૬

અવિનાશી આવો રે જમવા શ્રીકૃષ્ણ હરિ, (મોટો થાળ) (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:30pm

મોટો થાળ રાગ - ગરબી

અવિનાશી આવોરે જમવા શ્રીકૃષ્ણ હરિ,

શ્રી ભક્તિ ધર્મ સુતરે જમાડું  પ્રીત કરી. ૧

શેરડીઓ વાળીરે ફુલડાં વેર્યાં છે,

મણીયાગર મંદિર રે લીપ્યાં લેર્યાં છે. ૨

ચાખડીયો પહેરી રે પધારો ચટકંતા,

મંદિરીયે મારે રે પ્રભુજી લટકંતા. ૩

બાજોઠે બેસારી રે ચરણ કમળ ધોવું,

પામરીયે પ્રભુજી રે પાવલીયાં લોવું. ૪

ફુલેલ સુગંધી રે ચોળું શરીરે,

વ્હાલા આવો અમારે ઘેરરે, વારી જાઉં વાલમજી. (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:19pm

રાગ ગરબી 

વ્હાલા આવો અમારે ઘેરરે, વારી જાઉં વાલમજી.

સેવા કરશું સારી પેર રે, વારી જાઉં૦

કાંઈ નિર ઉંને નવરાવું રે, વારી જાઉં૦

કાઈ જુગતે કરીને જમાડું રે, વારી જાઉં૦ ૧

કાંઈ કંચન થાળ કટોરા રે, વારી જાઉં૦

પાસે પાણી પીધાના અબખોરા રે, વારી જાઉં૦ ૨

કંસાર ને ચુરમા ચોળી રે, વારી જાઉં૦

રસ રોટલી ઘીએ ઝબોળી રે, વારી જાઉં૦ ૩