મોરે મન ભાયે રે, આલી મોરે મન ભાયે (૪) ?
રાગ : વિભાસ
પદ - ૧
નંદકો દુલારો પ્યારો, મોરે મન ભાવે. ટેક
રાતે મદમાતે નેન, બોલત મધુરે બેન,
શીરપેં અમુલ નીકી, પગીઆં બનાયે. નં૦ ૧
હીમ પુંચી સોહે હાથ, ગ્વાલ બાલ લીયે સાથે,
નીરખી સલુણો નાથ, અતિ સુખ પાયે. નં૦ ૨
કેશર તીલક ભાલ, ગલ મોતીહુંકી માળ,
રસકે રસીલો લાલ, સુંદર સોહાયે. નં૦ ૩