મેં તો તેરે બિરુદ ભરોંસે બહુનામી

Submitted by swaminarayanworld on Sat, 20/02/2010 - 10:04pm
રાગ - જંગલો
પદ - ૧
મેં તો તેરે બિરુદ ભરોંસે બહુનામી - મેં તો
સેવા સુમરન કછુવે ન જાનું , સુનિયે પરમ ગુરુ સ્વામી - મેં તો
ગજ અરુ ગીધ તારી હે ગનિકા , કુટીલ અજામેલ કામી - મેં તો
યેહી સાખ શ્રવને સુની આયો , ચરન શરન સુખધામી - મેં તો
પ્રેમાનંદ કહે તારો કે મારો , સમરથ અંતરજામી - મેં તો

લઈને ગયો મન પ્રાણ રે, માવો મારાં લઈને ગયો મન પ્રાણ રે

Submitted by swaminarayanworld on Fri, 19/02/2010 - 6:42pm
રાગ - પરજ દેશી
પદ - ૧
લઈને ગયો મન પ્રાણ રે, માવો મારાં લઈને ગયો મન પ્રાણ રે માવો -
પ્રાણ લઈને વ્હાલે પરવશ કીધી, ભૂલી હું તનડાનું ભાન રે - માવો
જોયા વિના રે જીવલડો જાય છે, થાય છે જો તનડામાં તાણ રે - માવો
નેણાંને આગે કોઈ આણી મીલાવે, સુંદર શ્યામ સુજાણ રે - માવો
પ્રેમાનંદના નાથની છું હું તો, દામ વિનાની વેચાણ રે - માવો

ભજ ગોવિંદમ્ भज गोविन्दम् BhajGovindam

Submitted by swaminarayanworld on Sun, 14/02/2010 - 1:53pm
રચયિતા-પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી
 
ભજગોવિન્દં ભજગોવિન્દં ગોવિન્દં ભજમૂઢમતે |
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકૃઞ્કરણે || (૧)
भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भजमूढमते |
संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुकृञ्करणे || (१)
bhajagovindaṁ bhajagovindaṁ govindaṁ bhajamūḍhamate |
હનુમાન ચાલીસા हनुमान चालीसा Hanumaan Chaalisaa ? Dharmesh Patel Fri, 12/02/2010 - 7:30pm

|| દોહા || || दोहा ||  Dohaa


શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ||

श्री गुरुचरण सरोज रज, निज मन मुकुर सुधारि |

સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર ‍ 2

Submitted by Dharmesh Patel on Thu, 11/02/2010 - 7:09pm

વાસનાના વહેણમાં વહી રહેલા આ વિશ્વમાં માત્ર ભગવાન શ્રીસ્વામિનારાયણના અનુરાગી અને જગતના ભોગ પ્રત્યે દઢ વૈરાગી એટલે વૈરાગ્યમૂર્તિ સદગુરુ શ્રીનિષ્કુળાનંદસ્વામી. જેમના ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ જેવાં અનેક પદોએ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને ડોલાવ્યા હતા. જેના ‘જનની જીવો રે ગોપીચંદની’ જેવાં પદોએ અનેક રાજાઓનાં હૈયાંને હચમચાવ્યાં હતાં.

શ્રી જનમંગલ કથા સાર

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 6:39pm

            શ્રીસ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી શતાનંદ સ્વામીએ સત્સંગિજીવન શાસ્ત્રની રચના કરી, પછી તેમાંથી એક હજાર નામવાળું એક સર્વમંગલસ્તોત્ર બનાવ્યું, જેમાં સ્વામિનારાયણ ભગવાનનાં એક હજાર નામ છે. તેનો પાઠ કરવાથી સંપૂર્ણ સત્સંગિજીવન શાસ્ત્રના પાઠનું ફળ મળે છે. વળી સ્વામીએ વિચાર કર્યો જે, આ કળીયુગમાં માણસ આધિ, વ્યાધિ અને ઊપાધિ આ ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે.

ભકતચિંતામણિ

Submitted by Dharmesh Patel on Tue, 26/01/2010 - 1:04pm

"જે સંપ્રદાયના જે ઇષ્ટદેવ હોય તેનાં પ્રાદુર્ભાવથી લઇને અંતર્ધાન સુધીના જે ચરિત્ર અને ઉપદેશ તેનાથી યુકત જે ગ્રંથ હોય તે જ તે સંપ્રદાયની પાછળથી કાયમ માટે પુષ્ટિ કરતો રહે છે."

શ્રીજીમહારાજના આ મત પ્રમાણે સંતોએ આપણાં સંપ્રદાયમાં સત્સંગિજીવન અને ભકતચિંતામણિ જેવા અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે, જે આજ દિન સુધી અનુયાયીઓને અતિ ઉપયોગી થયા છે.

સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર

Submitted by Dharmesh Patel on Tue, 26/01/2010 - 12:19pm
જેમના ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ જેવા પદોએ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને ડોલાવ્યા હતા. ‘જનની જીવો રે ગોપીચંદની રે’ જેવા પદોએ અનેક રાજાઓના હૈયાને હચમચાવ્યા. અને આજે પણ આવા વૈરાગ્યપ્રેરક અને ભકિતપ્રધાન ગ્રંથો દ્વારા સૌના હૈયામાં ચિરંજીવી બનીને રહેલા એવા વૈરાગ્યમૂર્તિ સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનો જન્મ વિ.સં.૧૮૨૨, મહા સુદ-૫ વસંતપંચમીને દિવસે જામનગર જીલ્લાના શખેપાટ ગામે થયો હતો.

ભવસંભવભીતિભેદનં ....... સહજાનંદગુરું ભજે સદા... પ્રવચન પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી

Submitted by Dharmesh Patel on Mon, 11/01/2010 - 10:15am

રાત્રે ૯-૦૦ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ગોપીનાથ યુવક મંડળની શુક્રવારની સભામાં દીનાનાથ ભટ્ટ રચિત સહજાનંદગુરું ભજે સદા....